સુરત શહેરમાં એક અજીબ ઘટના બની રહી છે. જેમાં મુસ્લિમ મહિલાઓ ઘરનો હિન્દુ વિસ્તારોમાં ફરીને એક સવાલ પૂછી રહી છે કે, શું તમને ઘરે વેચવુ છે? ત્યારે સુરતમાં અશાંત ધારા ભંગનો આ વીડિયો વાયરલ થયો છે. જેમાં સુરતમાં મુસ્લિમ મહિલાઓ હિન્દુ વિસ્તારમાં પહોંચીને ઘર મામલે પૂછપરછ કરી રહી છે. સાથે જ આ મહિલાઓએ એક મકાન માલિક સાથે ઝઘડો પણ કર્યો હતો. હિન્દુ વિસ્તારમાં રહેતા પરિવારે ઘર વેચવાની ના પાડતા મહિલાએ તેમની સાથે ઝઘડો કર્યો હતો.
સુરત શહેરના ગોપીપુરા વિસ્તારની હિન્દુ જૈન ધર્મની બિલ્ડિંગની આ ઘટના છે. જેના સીસીટીવી ફૂટેજ ચોંકાવનારા છે. અહીં મુસ્લિમ મહિલાઓ આવી ઘરનો દરવાજો ખખડાવે છે. તેઓ હિન્દુ પરિવારોને ઘર વેચવાનું છે કે નહીં તે પૂછે છે. અને જો મકાન માલિક ઘર વેચવાની ના પાડે તો તેમની સાથે ઝઘડો કરે છે. સુરતનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. VS24 News આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
મહિલા અને મકાન માલિક વચ્ચેની વાતચીત
મહિલા – ક્યા આપ કો ઘર બેચને કા હૈ?
મકાન માલિક – બિલ્ડીંગમાં કોઈ ફ્લેટ બેચને કા નહિ હૈ, આપકો કિસને ભેજા ઈધર
મહિલા – હમ કો પતા ચલા
મકાન માલિક – એસે આને કા હી નહિ, બિના કિસી કો પૂછે, કોઈ ઘર બેચને કા નહિ હૈ
મહિલા – તેરા ઘર બેચને કા હૈ કી નહિ, વો બતા. બિલ્ડીંગ કી ફિકર મત કર. તુ ચિંતા મત કરી બિલ્ડીંગ કી
વીડિયોની ગાંધીનગરમાં નોંધ લેવાઈ : ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. ત્યારે કેબિનેટ બેઠક બાદ ગૃહરાજ્ય મંત્રીએ કહ્યુ હતું કે, સુરતના ગોપીપુરા વિસ્તારમાં અશાંત ધારો હોવા છતા પરિવાર દ્વારા ઘર વેચવા અંગે કોઈને કોઈ માંગણી કરાય છે તે મામલો અમારી સામે આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને જરૂર હશે તો પગલા લઈશું.
(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=452098192934194 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!