શર્મસાર ઘટના / ગુજરાતની સ્થિતી યુપી કરતા બદતર? દેવભૂમિ દ્વારકામાં 23 વર્ષની યુવતી સાથે નરાધમ વુદ્ધે વારંવાર માણ્યું શરીરસુખ અને પછી જે કર્યું એ જાણીને લોહી ઉકળશે

ગુજરાત ટોપ ન્યૂઝ

જગતમંદિરની પવિત્ર ભૂમિમાં શર્મસાર થવું પડે તેવી એક ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકામાં વધુ એક દુષ્કર્મનો મામલો (Rape Case in Dwarka) સામે આવ્યો છે. જેમાં 23 વર્ષિય યુવતી (A 23 year old girl was raped) સાથે એક શખ્સે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારવાની ઘટના બનતા ચકચાર મચી હતી. દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં 23 વર્ષીય યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારી 5 માસનો ગર્ભ રહી જતા નરાધમ પોલીસ હડફેટે ચઢ્યો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પહેલો સગો પાડોશી એ વાતથી તદ્દન વિરોધી કિસ્સો સામે આવ્યો છે. પાવન નગરી દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા આધેડ વયના દોલુભા રાણાભા માણેક નામના નરાધમ એ પાડોશમાં રહેતી ગરીબ ઘરની 23 વર્ષની યુવતીને ઘરકામ કરવા બોલાવી હતી. પાડોશી હોવાના નાતે યુવતી ભરોસો કરી નરાધમના ઘરે કામ કરવા ગઈ હતી. પરંતુ નરાધમે યુવતીને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.

આજ રીતે 3થી 4 વખત યુવતીને ઘરે બોલાવી તેનું શોષણ નરાધમ દ્વારા કરાયું હતું અને નરાધમની ધમકીની બીકના કારણે યુવતી પણ ચુપ રહી હતી. પરંતુ હાલમાં યુવતીની તબિયત લથડતા યુવતીને હોસ્પિટલે લઈ જતાં ડોકટર દ્વારા યુવતીને 5 માસનો ગર્ભ હોવાનું જણાવતા યુવતીના પરિવારજનોના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી.

આ બાબતે યુવતીને હિંમત આપી પૂછતાં યુવતીએ પોતાની દર્દભરી દાસ્તાન કહી હતી, અને પરિવારજનોએ પણ હિંમત દાખવી દ્વારકા પોલીસ સમક્ષ આપવીતી જણાવતા પોલીસ દ્વારા તુરત જ નરાધમ વિરુદ્ધ દુષ્કર્મની કલમ 376 સહિતની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *