BIG NEWS / ડ્રગ્સ માફિયાઓના નિશાને ગુજરાત : જુઓ NCB અને ઇન્ડિયન નેવીએ ગુજરાતના દરિયામાંથી 2000 કરોડનું ડ્રગ્સ ઝડપતા ઉચ્ચ અધિકારીઓ થયા દોડતા

ટોપ ન્યૂઝ ગુજરાત

પોરબદંરના દરિયામાંથી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ઝડપાયો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB) અને ઇન્ડિયન નેવીએ જોઇન્ટ ઓપરેશન થકી ગુજરાતના મધદરિયે 529 કિલો હશિશ, 234 કિલો મેથંફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું છે. NCBના જણાવ્યા અનુસાર જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેની આંતરરાષ્ટ્રીય કિંમત 2 હજાર કરોડની આસપાસ છે.

મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. NCBને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી. જેને નેવલ ઇન્ટેલિઝન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોરબંદરના દરિયામાંથી આટલો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે તે પાડોસી દેશોમાંથી દરિયાઇ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે.

ઈન્ડીયન નેવી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં એવું જણાવાયું કે
એનસીબીના અધિકારીઓએ ઈન્ડીયન નેવીની મદદથી 529 કિલો શુદ્ધ હશીશ અને કેટલીક માત્રામાં હેરોઈન ઝડપ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ થવા જાય છે. તેમણે કહ્યું કે એનસીબીને બાતમી મળી હતી કે મોટાપાયે દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. બાતમી મળતા સંયુક્ત ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.

ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાતના દરિયાઈ માર્ગ પર
ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું. પરંતુ, આ બંને સરહદો સીલ કરી દેવાતા ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.

VS24 NEWS નો સળગતો સવાલ : 2000 કરોડનું ડ્રગ્સ ક્યાંથી આવ્યું
2000 કરોડમાં ડ્રગ્સ ઝડપાયા બાદ સવાલ ઉઠવા લાગ્યા છે કે આટલી મોટી ખેપ ક્યાંથી આવી અને કોણે મોકલી. એજન્સીઓ હાલમાં તપાસમાં લાગી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.