ભારે કરી / તેલના ડબ્બા સાચવજો, જુઓ સુરતમાં તેલના ડબ્બા ચોરી કરતો યુવક ઝડપાયો : જુઓ CCTV વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

હાલ દેશમાં મોંઘવારી ખુબ જ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને તેલ (Oil)ના ડબ્બાના ભાવ આસમાને પહોચ્યા છે. આ મોંઘવારીને કારણે હવે તેલના ડબ્બાઓ પણ ચોરી થવા લાગ્યા છે. જેને પગલે સુરતમાં અમરોલી પોલીસે તેલના ડબ્બાની ચોરી કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )

પોલીસે તેની પાસેથી અલગ અલગ બ્રાંડના 14 નંગ તેલના ડબ્બા કબજે કર્યા છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેલની વધતી જતી કિંમતને કારણે ચોર હવે કિંમતી વસ્તુ સ્વરૂપે જાણે તેલના ડબ્બા ચોરી કરતા હોય તેવું લાગે છે. મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી વિસ્તારમાં કરીયાણાની દુકાનમાં તેલના ડબ્બાની ચોરી થવાની ઘટના સામે આવી હતી.

જેથી અમરોલી પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા અને મોબાઈલ રીપેરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા આરોપી મોહમંદ અરબાઝ ગુલામ શાબીર શેખને ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેની પાસેથી અલગ અલગ બ્રાંડના 35 હજારની કિંમતના 14 નંગ તેલના ડબ્બા કબજે કર્યા હતા. આ અંગે પોલીસ દ્વારા જણાવાયું હતું કે, આરોપી શહેરમાં અલગ અલગ કરીયાણાની દુકાનમાંથી તેલના ડબ્બા ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. આ એક દુકાનમાં અજમાવેલી કરતબના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

જ્યાં તે ગ્રાહકના સ્વાંગમાં જાય છે અને બાદમાં બે તેલના ડબ્બા ખરીદવા માટે બહાર કઢાવે છે. બાદમાં દુકાનને વાતમાં ભોળવી ત્યાંથી બે તેલના ડબ્બા મોપેડ પર લઇ જઈ ફરાર થઇ જાય છે. હાલ અમરોલી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેમજ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.