બેખૌફ બન્યા ગુજરાતના ટપોરીઓ / જુઓ રિલિફ રોડ પર સામ-સામે ફિલ્મી સ્ટાઇલમાં ફાયરિંગ : વિડિઓ જોઈને હેરાન થઈ જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

શહેરમાં ક્રાઇમનો ગ્રાફ દિવસે ને દિવસે ઉંચો જતો જાય છે. હજુ 24 કલાક પહેલાં શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ફાયરિંગની ઘટનાની શાહી સુકાઇ નથી. ત્યાં તો અમદાવાદના ધમધમતા વિસ્તારમાં વધુ એક ફાયરિંગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદનાં રિલીફ રોડ પર સામસામે ફાયરિંગની ધટના બની છે. મહત્વનું છે કે મયુદ્દીન મેમણ નામનાં બિલ્ડર સાંજનાં સમયે હનુમાનગલી પાસે બેઠા હતા તે સમયે ઈલ્યાસ સૈયદ નામનો યુવક પોતાની સાથે અન્ય 3 યુવકનો લઈને અચાનક આવી પહોંચ્યો હતો. અને જોતજોતામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. સામે વેપારીએ પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ત્યારે હથિયાર સાથે આવેલા તમામ ઈસમો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.

આ ધટનાની જાણ થતા ડીસીપી સહિત કારંજ પોલીસને અને ક્રાઈમબ્રાંચનો કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મયુદ્દીન મેમણનો જુહાપુરામાં આવેલો ફ્લેટ ઈલ્યાસ સૈયદને બે મહિનાં માટે ભાડે આપ્યો હતો.તે ફ્લેટ ખાલી કરવા બાબતે મયુ મેમણ સાથે તકરાર થઈ હતી. જેથી ઈલ્યાસ સૈયદે વેપારીને ફોન પર ધમકી આપતા બે દિવસ પહેલા કાંરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ત્યારે આ બાબતની અદાવત રાખીને ફાયરિંગ કરાયું હોવાનું ખુલ્યું છે. ફાયરિંગની ધટના બનતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે પોલીસે આસપાસનાં સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

મહત્વનું છે કે મયુદ્દીન મેમણ નામનાં બિલ્ડર સાંજનાં સમયે હનુમાનગલી પાસે બેઠા હતા તે સમયે ઈલ્યાસ સૈયદ નામનો યુવક પોતાની સાથે અન્ય 3 યુવકનો લઈને અચાનક આવી પહોંચ્યો હતો. અને જોતજોતામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. સામે વેપારીએ પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ.

સામે વેપારીએ પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ત્યારે હથિયાર સાથે આવેલા તમામ ઈસમો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. આ ધટનાની જાણ થતા ડીસીપી સહિત કારંજ પોલીસને અને ક્રાઈમબ્રાંચનો કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મયુદ્દીન મેમણનો જુહાપુરામાં આવેલો ફ્લેટ ઈલ્યાસ સૈયદને બે મહિનાં માટે ભાડે આપ્યો હતો.તે ફ્લેટ ખાલી કરવા બાબતે મયુ મેમણ સાથે તકરાર થઈ હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.