આખરે કોંગ્રેસનું કોકડું ઉકેલાયું / જુઓ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષના નેતાના નામ ફાઇનલ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત કોંગ્રેસના સુકાનીઓ નક્કી કરવા માટે દિલ્લીમાં બેઠકનો ધમધમાટનો અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે વિપક્ષ નેતા પદે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. બીજી બાજુ નામ નક્કી થાય એ પૂર્વે જગદીશ ઠાકોર દિલ્લી પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે.આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવાનો નિર્ણય કરાયો છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી અંદરોઅંદર નેતાઓ વચ્ચે ખેચતાણ ચાલી રહી હતી. જેમા ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી. પરંતુ અંતે જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવીને વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણૉ ઉભા કર્યા છે.

રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં, કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ અવઢવમાં પડી ગયા હતા. પરંતુ આખરે તેનો અંત આવી ગયો છે.

આખરે છેલ્લાં કેટલાક સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાઈ ગયું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની જાહેરાત કરાઈ છે, અને તેઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે નિમણૂંક થઈ છે, જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની વરણી કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત કરી નાંખવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. જેમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને કમાન સોંપવામાં આવે તેવી શકયતાઓ છે. જ્યારે વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ ફાઈલન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી ખેચતાણ ચાલી રહી હતી. જેમા અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી. પરંતુ અંતે જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવવાની હિમચાલ કરી વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણૉ ઉભા કર્યા છે.

ઘણા સમયથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાઈકમાન્ડ સમક્ષ વિધાનસભાની ચૂંટણીને લઈને નવા માળખાની રચના અંગે રજૂઆતો કરવા જઈ આવ્યા છે છતાં પણ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાતાં બે દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધીને ટ્વીટ કરીને માંગણી કરી હતી કે, ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ બદલી નાખ્યા છે, ત્યારે ગુજરાતમાં પ્રજાના હિતમાં કામ કરી શકે એવી લડાયક નેતાગીરી ઊભી કરવાની જરૂર છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ રાજસ્થાનના આરોગ્યમંત્રી રઘુ શર્માને નવા પ્રભારી બનાવાયા હતા. તેમણે ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં કયા નેતાને પ્રદેશ પ્રમખ અને વિપક્ષના નેતા બનાવવા તેમની સેન્સ લીધી હતી. બાદમાં તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ કેટલાક નેતાઓનાં નામ રજુ કર્યાં હતાં. તેમણે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાતના 25 નેતા સાથે રાહુલ ગાંધી સાથે નવા નેતાઓ અંગે ચર્ચાઓ કરી હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ યોજીને કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે જૂથવાદ છોડીને કામે લાગી જાઓ, રાજ્યમાં છેલ્લાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી. કોંગ્રેસને સત્તામાં લાવવા માટે તમામ કાર્યકરો જૂથવાદને ભૂલીને પક્ષને અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરે, પરંતુ કોંગ્રેસમાં સતત ઊકળી રહેલા જૂથવાદથી તેઓ પણ હવે નવા નેતાની પસંદગીને લઈને ભોંઠા પડ્યા છે.

દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં, કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. પ્રદેશના સિનિયર નેતાઓની ચીમકીને કારણે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અવઢવમાં પડી ગયા હતા. રાહુલ ગાંધીના નિવાસસ્થાને સતત ચાર કલાક સુધી ચાલેલી બેઠકને અંતે રાહુલ ગાંધીએ 26 ઓક્ટોબર એટલે કે દિવાળી પહેલાં ગુજરાત કોંગ્રેસનું નવું માળખું બનાવવાની ખાતરી આપી હતી, પણ એ આજ સુધી બન્યું નથી.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસમાં આતંરિક વિખવાદના લીધે લાંબા સમયથી રાજયમાં સત્તાથી વંચિત છે, કોંગ્રેસમાં આજે પણ જૂથબંધી માથાનો દુખાવો બન્યો છે, પરતું કોંગ્રેસ હાઇકમાન્ડે હવે કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન સાથે ફેરફાર કરવાનો નિર્ધાર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોંગ્રસ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક માટે હાઇકમાન્ડ બેઠકો કરી રહ્યા હતા.

ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ મામલે પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર દિલ્હી પહોચ્યા છે. કોંગ્રેસમાં હજુપણ પ્રદેશ પ્રમુખ માટે ઘમાસાણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ પ્રમુખની નિણમૂક હાઇકમાન્ડ માટે માથાનો દુખાવા સમાન છે. ગુજરાતમાં મૃતપાય કોંગ્રસને ક્યારે પ્રદેશ પ્રમુખ મળશે તેની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.