ગુજરાત બન્યું ડ્રગ્સનું એપી સેન્ટર / અમદાવાદ એરપોર્ટ ડ્રગ્સ માફિયાના નિશાને, એરપોર્ટને બનાવ્યું તસ્કરીનું સ્વર્ગ, જુઓ છેલ્લા 15 દિવસમાં આટલા કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ટોપ ન્યૂઝ અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત DRI દ્વારા બે કિલો હેરોઇનનો જથ્થો કબ્જે કર્યો છે. આ હેરોઈનનો જથ્થો તાન્ઝાનિયાનો શખ્સ લઈને આવી રહ્યો હોવાની ડીઆરઆઇને અગાઉથી જ બાતમી હતી. જેના પગલે એરપોર્ટ પર પહેલાથી જ સર્ચ કરી રહેલા અધિકારીની ઝપટે આરોપી ચડ્યો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી ગુપ્ત ખાનામાં છુપાવાયેલું 2 કિલો હેરોઇન ઝડપાયું હતું. જેની આશરે બજાર કિંમત 14 કરોડ રૂપિયા હોવાનું મનાઇ રહ્યું છે. DRIના અધિકારીઓએ SVIP અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરને અટકાવ્યો હતો.

તાન્જાનિયન નાગરિકના સામાનની તપાસ દરમિયાન, બ્રાઉન પાવડરી પદાર્થથી ભરેલી એક પ્લાસ્ટિકની થેલી સામાનના તળિયે ખોટા પોલાણમાં છુપાવેલી મળી આવી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓએ ફિલ્ડ ડ્રગ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ કીટનો ઉપયોગ કરીને પરીક્ષણ કર્યું હતું. પેસેન્જરોના ચેક-ઇન બેગેજમાંથી પ્રાપ્ત થયેલા પેકેજોમાં સમાવિષ્ટ ગ્રાન્યુલ્સ/પાઉડરના બ્રાઉન રંગના મિશ્રણના પ્રાથમિક પરીક્ષણમાં એનડીપીએસ ડ્રગ હેરોઈન માટે સકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિકની થેલીમાંથી કુલ 2 કિલો હેરોઈન મળી આવ્યું હતું. જે ડીઆરઆઇ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તાંઝાનિયાના નાગરિકની ડ્રગ હેરફેરમાં પોતાની સંડોવણી સ્વીકારી હતી.

ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ, સામાનમાં છુપાવીને ભારતમાં નાર્કોટિક ડ્રગ લઈ જવા સહિતની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હાલ તો તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 15 દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર આ પાંચમી વખત ડીઆરઆઇ દ્વારા દરોડા પાડીને હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 90 કરોડની કિંમતનું કુલ 13 કિલો હેરોઈન ઝડપી લેવામાં સફળતા મળી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.