હિન્દૂ મુસલમાનના વિવાદ પેહલા આ વાંચી લેજો / જુઓ મુસ્લિમ વિદ્યાર્થીનીનું ગજબનુ ટેલેન્ટ, ભાગવત ગીતાના આટલા જવાબો આપીને બની સ્પર્ધાની વિનર

ટોપ ન્યૂઝ

મુસ્લિમ સમુદાયમાં કુરાન પવિત્ર ગંથ્ર ગણાય છે. મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોજ કુરાનનુ પઠન કરવામાં આવે છે. આવામા મુસ્લિમ યુવતીએ હિન્દુઓના પવિત્ર ગ્રંથ ભાગવત ગીતાનુ પઠન કરીને બતાવ્યુ છે. ઉમરગામની માત્ર 14 વર્ષની મુસ્લિમ વિદ્યાર્થીનીએ ભાગવત ગીતાની નેશનલ કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઇ દેશમાં પ્રથમક્રમ મેળવ્યો છે.

ગીતાના તમામ અધ્યાયનુ જ્ઞાન રાખવુ એ મુશ્કેલ છે. પણ 14 વર્ષની મુસ્લિમ વિદ્યાર્થીની તે કડકડાટ કરી લે છે. ઉમરગામની આદર્શ બુનિયાદી ગુજરાતી કન્યા શાળામાં ધો.7 માં ભણતી ખુશ્બુ અબ્દુલ મહેબુબ ખાન તેમાં માહેર છે. તે ગીતા ક્વિઝની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે, અને તેમાં જીતી ચૂકી છે. અગાઉ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી (સ્વામી વિવેકાનંદ જયંતિ) અંતર્ગત આયોજિત સ્વામી વિવેકાનંદ ક્વિઝ મહાઅભિયાનમાં પણ ખુશ્બુ ખાનને 1600થી વધુ ક્વિઝ આપીને દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ખુશ્બુ ખાને ગીતા પર 428 ક્વિઝના સાચા જવાબો આપી દેશમાં પ્રથમક્રમ મેળવ્યો છે.

ગીતાના ક્વિઝ માટે ખુશ્બુ ખાને સ્પર્ધા પહેલા આકરી મહેનત કરી હતી. ખુશ્બુની આ મહેનત માટે તેના પરિવાર અને શાળાના શિક્ષકોએ પણ એટલી જ મહેનત કરી છે. તેની માતા મોબાઈલમાં વધુ રિચાર્જ કરાવીને તેને ક્વિઝ માટે તૈયાર કરતી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.