છકડા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, જુઓ આ કારણોસર ધડાકાભર અથડાતા વળીગયો કચ્ચર ઘાણ, 2 લોકોના મોતથી પરિવારમાં માતમ છવાયો

ગુજરાત ટોપ ન્યૂઝ

ગઈકાલે નડિયાદ જિલ્લામાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૫ લોકો ભોગ બન્યા હતા. અને આજે મેંદરડાના દાત્રાણા અને રામપર ગામમાં એક ગમખ્વાર અકસ્માત બન્યો છે. જેમાં બે લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. રોજ બનતા અકસ્માતના કેસો ઘણા લોકોના જીવ લઈને જતા હોય છે..

કારણ કે આ અકસ્માતમાં થતું મોત ખૂબ જ દર્દનાક હોય છે. રસ્તા ઉપર ડ્રાઇવિંગ કરતી સમયે થતી નાની અમથી ભૂલ પણ ખૂબ મોટી સજા આપીને જતી હોય છે. હાલ એવો જ એક અકસ્માત સર્જાતા મેંદરડા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. દાત્રાણા અને રામપર ગામ વચ્ચેના રસ્તાપર છકડા ચાલક કે જેનું નામ મનીષ ગીરી છે..

તેઓ પોતાનો છકડામાં દૂધ ભરીને જુનાગઢ તરફ જતા હતા. એ સમય દરમિયાન જુનાગઢથી મેંદરડા ધરાવતી કાળા રંગની એક કાર રોંગ સાઇડમાં પૂરઝડપે આવી રહી હતી. આ કારમાં રાહુલ નંદાણીયા અને તેનો મિત્ર અભય સોલંકી સવાર હતા. આ કાર પૂરઝડપે આવવાના કારણે ઘરે સંતુલન ખોઇ બેઠું હતું..

પરિણામે સામેથી આવતા છકડા અને સામેથી આવતી કાર બંને એકબીજા સાથે અથડાયા હતા. અને ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બનતા જ આસપાસના ગામના લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. અને ગામના લોકોએ ટ્રેક્ટરની મદદથી આ બંને વાહનોને છૂટા પાડયા હતા..

ત્યાર બાદ કારમાં સવાર બંને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે છકડાચાલક ને પણ છકડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કારમાં સવાર અભય સોલંકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે કાર ચલાવનાર રાહુલ નંદાણીયા અને છકડો ચલાવનાર મનીષ ગિરી બંનેને ખૂબ ગંભીર ઈજા પહોંચી હતી..

એટલા માટે તેઓને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જ્યાં સારવાર દરમિયાન છકડાચાલક મનીષ ગિરી નું મૃત્યુ થયું હતું. આ બનાવ બનતાની સાથે જ છકડાચાલક મનીષ ગિરીના પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પરિવાર પર આફતના વાદળો ઘેરાયા હતા કારણ કે પરિવારના મોભી એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

તો બીજી બાજુ કારચાલક રાહુલ નંદાણીયા હોસ્પિટલમાં ગંભીર ઇજા થવાથી આ સારવાર હેઠળ છે. રાહુલ નંદાણીયા મૂળ તાલાલા તાલુકા નો છે. અકસ્માત રોંગ સાઈડમાં પુર ઝડપે આવતી કારે સંતુલન ગુમાવતા બન્યા હોવાનું સામે આવ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.