એક્સેસમાં 3 યુવાનો સવાર હતા, ટર્ન લેવા જતા અકસ્માત થયો
રાજકોટમાં રાત્રે હાઈવે પર બાઈક રેસ લગાવવાનું પ્રમાણ યુવાનોમાં વધતું જાય છે. જેમાં જોખમી રીતે સ્ટંટ કરી યુવાનો પોતાની જિંદગીને દાવ પર લગાવે છે. પરંતુ ગઈકાલે મોડીરાત્રે રાજકોટ-જામનગર હાઈવે પર ચાર-પાંચ બાઈકસવારોએ રેસ લગાવી હતી. જેમાં ત્રિપલસવારી એક્સેસ ટર્ન લેવા જતા પડધરી સર્કલ પાસે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. આથી એક્સેસમાં સવાર ત્રણેય યુવાનો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં બે યુવાને ઘટનાસ્થળે જ દમ તોડી દેતા કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
પોલીસે બે યુવાનનાં મૃતદેહને પીએમમાં ખસેડ્યા હતા
ગત મોડીરાત્રે રાજકોટ શહેરનાં જામનગર રોડ પર પડધરી નજીક મોવિયા સર્કલ ખાતે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં વિશાલ અને પિન્ટુ નામનાં બે યુવાનનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. જ્યારે ભરત નામના યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનો અને તેની સાથેના મિત્રોએ બાઈક પર સવાર થઇને બાઈકરેસ કરી હતી. જેમાં બાઈક સવારો જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. પોલીસની તપાસમાં બનાવ રાત્રિના 12 વાગ્યા આસપાસ બન્યો હતો. મૃતક બે યુવાનોમાં વિશાલ મનોજભાઇ જાદવ (શેખર) અને પિન્ટુ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનનું નામ કરણ ભરતભાઈ મકવાણા હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ યુવાનોની બાઈકરેસથી હાઈવે પર પસાર થતા અન્ય વાહનચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. પૂરપાટ ઝડપે બાઈકસવારો કાર સહિત મોટા વાહનોને ઓવર ટેક કરતા નજરે પડ્યા હતા. આ રેસથી અન્ય બાઈકસવારોએ તો રીતસર સાઈડમાં પોતાની ગાડી ઉભી રાખી તેઓને આગળ જવા દીધા હતા. હાઈવે પર પુલનું કામ ચાલુ હોવા છતાં ડાયવર્ઝન કાઢેલા રોડ પર જોખમી રીતે ટર્ન મારી યુવાનો આગળ વધી રહ્યા હતા.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/17/01rajkot-bike-race-accident-shailesh_1645073913/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!