‘ક્રાઇમ નગરી’ સુરત / ઘરમાં ઘૂસીને મહિલાનું ગળું કાપી હત્યા કરાય, હત્યા કરીને હત્યારાઓ ફરાર, જુઓ પોલીસ આવી ત્યારે બાળક માતા પાસે જે કરી રહ્યું હતું તે જાણીને તમારું કાળજું કંપી ઉઠશે

ટોપ ન્યૂઝ સુરત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગૌતમપાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસી એક મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યો ઈસમ મહિલાનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એક વર્ષનું બાળક (પુત્ર) માતાના લોહીના ખાબોચિયામાં રમતો હતો.

સજ્જનસિંહ પરમાર (ડીસીપી ઝોન-1)એ જણાવ્યું હતું કે, ગૌતમપાર્ક સોસાયટીના મકાનના પહેલા માળે સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. મૃતક મહિલા પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે રહેતા હતા. પ્રકાશભાઈની પૂર્વ પત્ની છે. સવારે પ્રકાશભાઈ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા. રોજ બપોરે બંને વીડિયોથી વાત કરતા હોય છે.

જોકે, આજે સ્નેહલતાએ વીડિયો કોલ ન કરતા ઘરે આવ્યા હતા. ત્યારે પત્નીની ગળું કાપી હત્યા કરાઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. હાલ તપાસ ચાલી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સ્નેહલતાબેનને એક વર્ષનો પુત્ર છે જેનો 19મીએ જન્મ દિવસ આવી રહ્યો હતો. જેને લઈ ધામધૂમથી ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. શેરીમાં બધાને જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સ્નેહલતાબેને પ્રકાશભાઈનો ફોન ન ઉપાડતા પ્રકાશભાઈએ ભાડુઆતને ઘરે મોકલ્યા હતા. જ્યાં ઘરને બહારથી કજી મારેલી હોવાથી ભાડુઆત કડી ખોલી અંદર પ્રવેશ કરતા એક વર્ષનું બાળક (પુત્ર) માતાના લોહીના ખાબોચિયામાં રમતો હતો. આજે આ ઘટના બનતા આખી શેરી હેબતાઈ ગઈ છે.

વધુમાં જણાવ્યું હતું કે પ્રકાશભાઈને પહેલી પત્ની અને એની 14 વર્ષની દીકરી હતી. દીકરીનું કોઈ કારણસર મૃત્યુ થયું હતું. પહેલી પત્ની આશા ડીંડોલીમાં રહે છે. પત્ની સાથેના વિવાદમાં છૂટાછેડા લઈ પ્રકાશભાઇએ મરાઠી સ્નેહલતા સાથે પ્રેમ લગ્ન કરી બે વર્ષથી જ પ્રગતિ નગરમાં રહેવા આવ્યા હતા. ઉત્તર ગુજરાતના વતની પ્રકાશભાઈ ઝેરોક્ષ મશીન રીપેરીંગનું કામ કરતા હોવાનું હાલ બહાર આવ્યું છે. પહેલી પત્ની શંકાના દાયરામાં આવતા પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.