શું તમને ખબર છે? / અહીં 500 ફૂટ ઉપરથી પડે છે ધોધ, જુઓ સ્વર્ગ કરતા પણ સુંદર છે ગુજરાતનું આ સ્થળ, પ્રવાસીઓ દૂરદૂરથી આવે છે : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ઉત્તર ગુજરાતમાં આવેલા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં સુનસર ગામ આવેલું છે.આ સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી એક કુદરતી રીતે ધોધ વહે છે.ચોમસાની ઋતુમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે આ ધોધ સજીવ થાય છે ત્યારે દૂરદૂરથી મજા માણવા માટે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ( વિડિઓ નીચે આપેલો છે )

ચોમાસાની ઋતુમાંતો આ વિસ્તાર તમને સ્વર્ગ કરતા પણ સુંદર લાગે તેવો છે.અરવલ્લીની હારમાળામાં અને કુદરતના ખોળે વસેલા આ ગામમાં વર્ષાઋતુમાં સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે અને વળી આ ધોધ મજા મજા થઈ જાય છે.

ભિલોડાથી અંદાજે 10 થી 12 કિલોમીટર જ દૂર આવેલું છે આ ગામ કે જે મુનાઈ ગામની બાજુમાં આવેલું છે સુનસર.ચોમાસામાં જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે અહીં આવેલ તળાવ પાણીથી ભરાઈ ગયા બાદ આ ધોધ સજીવ બને છે ત્યારે લોકોના અહીં ટોળેટોળા મજા માણવા માટે આવી જાય છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં અમદાવાદ, ગાંધીનગર,મહેસાણા, હિંમતનગર, મોડાસા ઈડર વગેરે જેવા મોટામોટા શહેરમાંથી સહેલાણીઓ મોટી સંખ્યામાં પોતાના સાધનો લઈને આવી પહોંચે છે અને આખો દિવસ આ કુદરતી રીતે વહેતા ધોધમાં નાહવાની મજા માણે છે.

ડુંગર પર આવેલું તળાવ જ્યારે ઓવરફ્લો થઈ જાય છે ત્યારે આ ડુંગરના પથ્થર પરથી પાણી વહીને નીચે ધોધ સ્વરૂપે પડે છે.ડુંગર ઉપરથી પડતા આ ધોધનો નજારો ખૂબ આહલાદક અને નયનરમ્ય આપણે તેની તરફ આકર્ષે તેવો હોય છે.અત્યારની તમને1 જો વાત કરું તો હાલમાં જે રીતે ઉત્તે ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તે જોતા આ ધોધ વહેવા લાગશે અને વરસાદ બંધ થયા બાદ પણ બે થી ત્રણ દિવસ સુધી આ ધોધ વહેતો રહે છે.

અંદાજે 500 જેટલા ફૂટની ઊંચાઈથી આ ધોધ પડતો હોય ત્યારે એવું લાગે કે જાણે કુદરતના ખોળેથી અલૌકિક આ ઝરણું વહી ના રહ્યું હોય.એક વાર તો તમને રીતસરનો અનુભવ થઈ જાય કે જાણે આપણે તો કાશ્મીરમાં ન હોય.એક બાજુ ધરતી માતા અને વળી બીજી બાજુ આ કુદરતી રીતે પડતો ધોધ અમે ત્રીજુ એમાં નાહવાની મજા ખૂબ આનંદ આપી જાય.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.