આલે લે…અમેરિકામાં રહેતા આધેડનું કરતૂત / જુઓ યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા અશ્લીલ ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા : જાણો કોનું છે આ કારસ્તાન

ગુજરાત ટોપ ન્યૂઝ વર્લ્ડ

સોશિયલ મીડિયાથી એક આધેડ વયના વ્યક્તિ સાથેનો પરિચય (Social media and friendship)યુવતી માટે મુસીબત બન્યો છે. આજકાલ સોશિયલ મીડિયાનું વળગડ અનેક લોકોની જિંદગી ખરાબ કરી નાંખી છે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હોવા છતાં લોકો સુધરતા નથી. આ કિસ્સામાં આધેડને સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા થઈ હતી. પરંતુ પાછળથી યુતીએ સંબંધ રાખવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. આ કિસ્સામાં આરોપાના કારણે યુવતીના છૂટાછેડા પણ થયા હોવાનું જાણવા મળે છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે મૂળ મહેસાણાના આધેડ વ્યક્તિને અમદાવાદની યુવતી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવ્યા બાદ યુવતીના ફોટા નીચે બીભસ્ત લખાણ લખ્યું હતું. આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ હતી. જેના આધારે 10 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા અને એક વર્ષ પહેલાં જ ભારત આવેલા આરોપી પંકજ પટેલની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આ ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અમદાવાદની યુવતીએ સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, થોડા વર્ષ પહેલા સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટા પર એક આઈડી તેના ધ્યાનમાં આવ્યું હતું. તે આઈડીમાં તેના ફોટો અપલોડ કરેલા હતા અને તેની નીચે બિભસ્ત લખાણ લખ્યું હતું. આ અંગે તપાસ કરતા સામે આવ્યું કે, આરોપીને ફેસબૂક અને સોશિયલ મીડિયામાં ફરિયાદી સાથે મિત્રતા થઈ હતી.

આરોપી યુવતીને એક તરફી પસંદ કરતો હતો અને તેની સાથે સંબંધ રાખવા તેને અવારનવાર મળવાની જીદ કરતો રહેતો હતો. આ બાબતે યુવતીના સાસરીમાં ખબર પડી જતા યુવતીના છૂટાછેડા પણ થઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપી ફરિયાદીની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. આથી ફરિયાદીએ કંટાળી તેની સાથે સંપર્ક બંધ કરી દીધો હતો. જેનાથી ઉશ્કેરાઇને બદલો લેવા આરોપી પંકજ પટેલે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.

જેના આધારે 10 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા અને એક વર્ષ પહેલાં જ ભારત આવેલા આરોપી પંકજ પટેલની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આ ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદની યુવતીએ સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, થોડા વર્ષ પહેલા સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટા પર એક આઈડી તેના ધ્યાનમાં આવ્યું હતું. તે આઈડીમાં તેના ફોટો અપલોડ કરેલા હતા અને તેની નીચે બિભસ્ત લખાણ લખ્યું હતું.

આ મામલે હાલ સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી તેનો મોબાઈલ કબજે લીધો છે. આરોપીએ એક તરફી પ્રેમને કારણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે? તે માટે તપાસ કરવામાં આવી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.