અહિયાં બેઠા છે રિસાયેલા ગણેશજી, જુઓ ત્યાં મંદિર નથી પરંતુ એવી રીતે વિઘ્નહર્તા ની પૈરાણિક મૂર્તિ છે કે દર્શન કરીને તમારા તમામ દુઃખ દૂર થશે

ધર્મ

ગુજરાત રાજ્યના હાલોલ તાલુકાના ડેસર ગામના જંગલમાં રિસાયેલા ગણેશજી બિરાજમાન છે. ભગવાન ગણેશ પોતાના હાથમાં લાડુની ટોકરી લઈને બેઠેલા છે. કહેવાય છે કે ડેસર ગામના જંગલ માં ભગવાન ગણેશની પૌરાણિક મૂર્તિ આવેલી છે. જંગલ માં બેઠેલા ભગવાન ગણેશ ને મોદક ગણેશજી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડેસર અને પાંચ ખોબલા ગામના જંગલ માં આવેલ ભગવાન ગણેશ ની આ મૂર્તિ ભક્તો માટે આસ્થાનું પ્રતીક બની ગયું છે. કહેવાય છે કે ભગવાન ગણેશજી પોતાના ભક્તોને મનોવાંછિત ફળ આપતા હોવાથી આજુબાજુ ના ગામમાં થી અને દૂર દૂર શહેર થી પણ લોકો અહીંયા તેમના દર્શન કરવા માટે આવે છે.

ભગવાન ગણેશ ડેસર ગામના દશરથ તળાવની કિનારે આવેલા આ મોદક ગણેશજી વિશે એક દંતકથા જોડાયેલી છે. લોકવાયકા મુજબ ભગવાન શંકરના સૌથી મોટા પુત્ર કાર્તિકેય ના લગ્ન અહીંયા થયા હતા. ભગવાન શંકર ના સુપુત્ર કાર્તિકેય ની લગ્નની ચોરી પણ અહીંયા તમને જોવા મળશે.

જ્યારે ભગવાન શંકર પોતાના પુત્ર ના લગ્નની જાન લઈને અહીંયા આવે છે ત્યારે થોડો સમય વિશ્રામ કરવા માટે અહીંયા થોભે છે અને ત્યાર બાદ અહીંયાંથી જાય છે. પરંતુ ભગવાન ગણેશજી ને ભૂખ લાગતા તેઓ પોતાના હાથમાં લાડુની ટોકરી લઈ લે છે. કેટલાક દેવતાઓ તેમને જોઈને તેમની મજાક ઉડાવે છે અને તે જોઈને ભગવાન ગણેશ નારાજ થઈને બેસી જાય છે અને લગ્નમાં જવાનો ઇનકાર કરે છે.

બધા તેમને ખૂબ જ સમજાવે છે છતાં ભગવાન ગણેશ માનતા નથી અને લગ્નમાં જતા નથી. ત્યારે બધા દેવો તેમને આશીર્વાદ આપે છે કે તમે અહીંયા લાડુની ટોકરી સાથે પૂજશો. ભગવાન ગણેશ મણિ જાય છે અને ત્યાર બાદ જાણ આગળ વધે છે. કહેવાય છે કે જ્યારે શ્રવણ પોતાના માં બાપ ને લઈને અહીંયા આવે છે ત્યારે તેને રાજા દશરથ નું બાણ વાગે છે.

અહીંયા આવેલા શિવાલય પાસે શ્રવણના ચિત્રો અને શિલાલેખ પણ જોવા મળે છે. ભગવાન ગણેશજીના મંદિર પાસે એક શિવાલય પણ આવેલું છે. કહેવાય છે કે સંભોગ થી સમાધિ સુધીના ચિત્રોની કોતરણી વાળું સેન્ડ સ્ટોન માંથી બનાવેલું શિવાલય પણ અહીંયા આવેલું છે. જે મુઘલોના આક્રમણ સમયે નષ્ટ થઈ ગયું હતું. ગુરુવારે ચોથ ના રોજ ભક્તો ભગવાન ગણેશજીના સામે માથું ટેકી ને ધન્યતા અનુભવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.