અડાજણ-પાલ(Adajan-pal)ના એક નવ નિર્મિત કોમ્પ્લેક્ષમાં ટ્રેકટર ચાલક પિતા એ પોતાની જ ત્રણ વર્ષની માસુમ દીકરીને કચડી નાખતા મોતને ભેટી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ કોમ્પ્લેક્ષ કંપાઉન્ડમાં છારું ભરવા ટ્રેકટર(Tractor accident) રીવર્સમાં લેવા જતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પીડિત પિતા સુરેશભાઈ બારીયાએ કહ્યું હતું કે, તેઓ જાલોડના રહેવાસી છે. ત્રણ મહિનાથી અડાજણ પાલના નવ નિર્મિત કોમ્પ્લેક્ષ શ્રીપથમાં લેબર(મજૂરી) કામ કરી પત્ની અને બે માસુમ દીકરીઓ સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. આજે સવારે લગભગ 10 વાગ્યા ના અરસામાં કોમ્પ્લેક્ષના કંપાઉન્ડમાં પડેલું છારું ભરવાનું કામ મળતા ટ્રેકટર મગાવ્યું હતું.
બૂમાબૂમ થતાં અકસ્માતની જાણ થઈ
ટ્રેકટર રિવર્સમાં લેવા જતાં એક બાળક ટ્રેકટર નીચે કચડાઈ ગયું હોવાની બૂમાબૂમ થઈ ગઈ હતી. ઊતરીને જોતાં કાળનો કોળિયો બનેલી માસૂમ મારી જ નાની દીકરી શીતલ (ઉં.વ. 3) હતી. લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતાં મૃત જાહેર કરાય છે. કોન્ટ્રેકટર રાજુભાઇના માર્ગ દર્શન કામ ચાલતું હોવાનું સુપરવાઇઝરે જણાવ્યું હતું. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પરિવારમાં શોકનું મોજું ફેલાયું
બે દીકરીમાંથી એક નાની શીતલ નામની દીકરી નવનિર્મિત કોમ્પ્લેક્સ પાસે રમતી હતી ત્યારે જ પિતાએ રેતીનું છારૂં ભરવા ટ્રેક્ટર બોલાવ્યું હતું. ટ્રેક્ટર નીચે કચડાઈ ગયેલી બાળકીને લઈને પરિવાર પર શોકની કાલિમા છવાઈ ગઈ હતી. બાળકીની માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. બેમાંથી એક દીકરીનું પોતાની જ બેદરકારીથી મોત થયું હોવાનું પિતાને લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?
? વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!