અરે બાપરે…ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત / જુઓ એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ નીપજ્યા કરુણ મોત

ગુજરાત ટોપ ન્યૂઝ

મહેસાણાના(Mehsana) વીસનગર(Visnagar) તાલુકામાં ગઈ કાલે સાંજે ડમ્પર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત(Accident) સર્જાતાં બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી હોવાનું અને મહેસાણાના વાલમ ગામે મજૂરી કરતો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઇ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે હાલમાં આ અકસ્માત મામલે ગુનો નોંધવા આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વીસનગર-ઊંઝા હાઇવે પર આવેલા કાંસા ગામ નજીક આજે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર ચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યા હતા.

અકસ્માતમાં ભોગ બનનાર દાહોદ જિલ્લાના ગુગસ ગામના રહેવાસી હોવાનુ અને મહેસાણાના વાલમ ગામે મજૂરી કામ કરતા હોવાનું મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે. જે ત્રણ વ્યકિતના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે તેમાં સવાભાઈ હકલાભાઈ પારઘી, તેના પત્ની લાલીબેન પારઘી અને પુત્ર રાજેશ પારઘીનો સમાવેશ થાય છે. ત્રણેય લોકો વિસનગરથી વાલમ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું.

અકસ્માતના પગલે રસ્તા પર લોકોના ટોળે ટોળા એકત્રિત થઇ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે હાલમાં આ અકસ્માત મામલે ગુનો નોંધવા આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, વીસનગર-ઊંઝા હાઇવે પર આવેલા કાંસા ગામ નજીક આજે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી.

શ્રમજીવી પરિવારના એક સાથે ત્રણ લોકોના મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવા માટે આગળની તજવીજ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.