દુનિયાના આ ખુણે ભગવાન વિષ્ણુ નિદ્રા અવસ્થામાં જોવા મળે છે, જુઓ આ લોકો દર્શન કરતા પણ ડરે છે, જાણો ચમત્કારિક મહિમા

ધર્મ

આપણો ભારત દેશ એટલે વિવિધતામાં એકતા. પણ આજે અમે આપને એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જ્યા ભગવાન વિષ્ણુ નિદ્રા અવસ્થામાં જોવા મળે છે. એટલે કે ત્યાં ભગવાન વિષ્ણુ સુતા હોય તેવી પ્રતિમા છે. જેના પાછળનું કારણ જાણીને તમે પણ દંગ રહી જશો.

આપણે જે મંદિરની વાત કરી રહ્યાં છીએ તે મંદિર ભારતમાં નહીં પણ નેપાળમાં આવેલું છે. તમને જણાવી દયે કે નેપાળમાં પણ ઘણા પ્રાચીન હિન્દુ મંદિરો આવેલા છે. જ્યાં દર વર્ષે લાખો ભારતીય લોકો દર્શનાર્થે આવે છે. ભગવાન વિષ્ણુને સૌથી મોટા દેવ માનવામાં આવે છે.

જો કે ભગવાન વિષ્ણુના અનેક નામ છે. પૃથ્વી પર ભગવાન વિષ્ણુના આઠ અવતારની વિવિધ રીતે પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે અમે આપને નેપાળના એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. જે મંદિરનું નામ બુદાનિકંઠા મંદિર છે. જે કાઠમંડુથી 8 કિલોમીટર દૂર શિવપુરી ટેકરીની તળેટીમાં સ્થિત છે.

મંદિર વિશે એવી વાર્તા છે કે આ મંદિર શાહી પરિવારના લોકો દ્વારા શ્રાપિત છે. શ્રાપના ડરને કારણે શાહી પરિવારના લોકો આ મંદિરમાં જતા નથી. એવું કહેવામાં આવે છે કે અહીંના રાજવી પરિવારને શ્રાપ મળ્યો હતો. આ મુજબ જો રાજવી પરિવારના કોઈ પણ સભ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિના દર્શન કરશે, તો તે મરી જશે.

આ શ્રાપને કારણે, રાજવી પરિવારના લોકો મંદિરમાં સ્થાપિત મૂર્તિની પૂજા કરતા નથી. કહેવાય છે અહિંયા આવતા દરેક ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહિંયા ભગવાન વિષ્ણુ બુદાનીકાંઠા મંદિરમાં સુતેલીની મુદ્રામાં બેઠા છે આ મંદિરમાં વિશાળ પાણીનો કુંડ છે અને તેના પર વિષ્ણુની વિશાળ કાળી મૂર્તિ છે ભગવાનની મૂર્તિ 11 સાપના સર્પાકાર પથ્થર પર બીરાજમાન છે.

આ મૂર્તિની લંબાઈ 5 મીટર છે અને તળાવ પર આ મૂર્તિની લંબાઈ 13 મીટર છે. એક દંતકથા અનુસાર આ મૂર્તી એક ખેડૂતને મળી આવી હતી. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની સાથે સાથે મહાદેવની પણ મૂર્તિ છે. દંતકથા અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન ઝેર બહાર આવ્યું હતું, તેથી વિશ્વને વિનાશથી બચાવવા માટે શિવે તેને તેના ગળામાં લીધું હતું. તેના કારણે તેનું ગળું વાદળી થઈ ગયું.

આ ઝેરને લીધે જ્યારે શિવનું ગળું બળવા લાગ્યું, ત્યારે તે ઉત્તરની સીમમાં પ્રવેશ કર્યો. તે જ દિશામાં તળાવ બનાવવા માટે ભગવાન શંકરે ત્રિશૂળથી પર્વત ત્રાટક્યો, જેણે તળાવ બનાવ્યું. એવું માનવામાં આવે છે કે તેણે આ તળાવના પાણીથી પોતાની તરસ છીપાવી હતી. કળિયુગમાં નેપાળનું તળાવ ગોસાળકુંડ તરીકે ઓળખાય છે.

અહિંયાના લોકોનું કહેવું છે કે બુદાનિકંઠા મંદિરના પાણીનો ઉદભવ આ ગોસાળકુંડમાંથી થયો છે. એવું માનવામાં આવે છે કે મંદિરમાં ઓગસ્ટ મહિનામાં વાર્ષિક શિવ પર્વ દરમિયાન આ તળાવની તળિયે પણ શિવની છબી જોવા મળે છે. અહિંયા દર વર્ષે કાર્તક મહિનાની અગિયારસે ભવ્ય મેળાનું આયોજન થયા છે. ત્યારે ભગવાન વિષ્ણુ તેની નિદ્રાવસ્થામાંથી ઉઠે છે. જ્યારે ભગવાન વિષ્ણુના જાગવાનો સમય આવે ત્યારે આ મેળાનું આયોજન થયા છે. એ દિવસને દેવઉઠી અગિયારસ પણ કહેવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *