પતિ(Husband) સાથે ઝઘડો કરીને ઘરે જતી રહે અને પછી તેને સમજાવીને ઘરે લઈ આવે તે સામાન્ય બાબત છે. પરંતુ યુપી (UP)ના ગોંડા (Gonda)માં પત્ની(Wife) ગુસ્સે થઈને પિયર જતી હોવાનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ફરિયાદ સાંભળ્યા બાદ આખું પોલીસ સ્ટેશન વૃદ્ધ દંપતી વચ્ચે સમાધાન કરાવવામાં લાગી ગયું હતું. બંનેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.
આ પછી બંનેને સમજાવવામાં આવ્યા અને બાદમાં બંનેએ એકબીજાને લાડુ ખવડાવ્યા. 65 વર્ષીય જનક દેવી કહે છે કે, તેનો પતિ શિવનાથ હંમેશા તેના પર ગુસ્સે રહેતો હતો અને તેને ઘણી વખત માર પણ મારતો હતો. પોલીસ સ્ટેશનમાં મોટા સાહેબે અમને સમજાવીને લાડુ ખવડાવ્યા. આ પછી અમે બંનેએ એકબીજાને લાડુ ખવડાવ્યા, હવે સમાધાન થઈ ગયું છે.
આ મામલો કાતરબજાર પોલીસ સ્ટેશનનો છે. જ્યાં લોણીયામ પુરવા ગામે રહેતા વૃદ્ધ દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના કારણે વૃદ્ધ મહિલા તેના પતિને છોડીને તેના પિયર ચાલી ગઈ હતી. બંનેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બોલાવીને સમાધાન કરાવ્યું હતું. વૃદ્ધ શિવનાથે ત્રણ દિવસથી ભોજન લીધું ન હતું. બંનેને પોલીસ સ્ટેશનમાં ભોજન કરાવવામાં આવ્યું અને ખુશીથી પોતાના ઘરે પરત ફર્યા.
પોલીસ કર્મચારીઓની વચ્ચે વૃદ્ધ દંપતિએ એકબીજાને લાડુ ખવડાવ્યા, જ્યાં વૃદ્ધ પતિએ જ્યારે તેની પત્નીને લાડુ ખવડાવ્યા ત્યારે તેણે પત્નીને પ્રેમથી કહ્યું કે “મારો હાથ નો કાપતી”. વૃદ્ધ શિવનાથની આ વાત સાંભળીને આખું પોલીસ સ્ટેશન હાસ્યથી ગુંજી ઊઠ્યું. આ રીતે, એક વૃદ્ધ યુગલની એકબીજા પ્રત્યેની નારાજગીનો સુખદ અંત આવ્યો. વૃદ્ધ દંપતીને બે પુત્રો છે. બંને ગામમાં જ તેમના માતા-પિતાથી અલગ રહે છે. વડીલો એકલા રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!