અરરર / બસ સ્ટેશન પર એક છોકરી રડે છે, જુઓ કચ્છની સગીરા સાથે થયું ઐશ્વર્યા રાય જેવું, જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ગુજરાત

તમને મણિરત્નમની ગુરુ ફિલ્મ યાદ હશે, જેમાં પ્રેમમાં પડેલી ઐશ્વર્યા રાય ઘરેથી ભાગીને સ્ટેશન પર વાટ જોતી રહે છે, પણ તેનો પ્રેમી આવતો જ નથી. ભાગવાના પ્લાન સાથે ઘરેથી નીકળેલી ઐશ્વર્યા રાય વિલાયેલા મોઢે પરત ફરે છે. ત્યારે કચ્છની એક સગીરા સાથે પણ આવુ જ થયું. કચ્છમાં સગીર વયની પ્રેમમાં પડેલી એક દીકરી ભાગવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. તે બસ સ્ટેશન પર વાટ જોતી બેસી રહી, પણ તેનો પ્રેમી આવ્યો જ નહિ.

અભયમ ની ટીમે સગીરાને સાંત્વના આપીને તેના ઘરે પરત મોકલી હતી. આ કિસ્સો કચ્છના અંજાર બસ સ્ટેશનનો છે. જ્યાંથી 181 અભયમની ટીમને કોલ આવ્યો હતો કે, ‘મેડમ, બસ સ્ટેશન જલ્દી આવો, અહીં એક છોકરી સૂનમૂન બેઠી છે, ગભરાયેલી છે, કોઈ તકલીફમાં હોય એવું લાગે છે.’ જાગૃત નાગરિકના ફોનથી અભયમની ટીમ બસ સ્ટેશને દોડી આવી હતી. જેમાં તેમણે જોયુ તો એક સગીર વયની દીકરી ગભરાયેલી હાલતમાં હતી, અને સતત રડી રહી હતી.

અભયમની ટીમે સગીરાને સાંત્વના આપી હતી. જેના બાદ તેની સમસ્યા પૂછી હતી. જેથી સગીરાએ કહ્યુ હતું કે, ‘હું અન્ય રાજ્યની વતની છું. અંજારમાં મારા ભાઈ અને ભાભી સાથે રહીને કામ કરુ છું. છ મહિના પહેલા મને મારા કામના સ્થળે એક પુરુષ સાથે પ્રેમ થયો હતો. આ વાતની જાણ મારા ભાઈ-ભાભીને થઈ હતી, તેથી તેઓએ મને સંબંધ તોડી નાંખવા કહ્યુ હતું.

આખરે મેં અને મારા પ્રેમીએ ભાગી જવાનું નક્કી કર્યુ હતું. ભાગી જવાનો પ્લાન બનાવીને હું આજે અંજાર બસ સ્ટેશને આવી હતી, પરંતુ હજી સુધી મારો પ્રેમી આવ્યો નથી.’ સગીરાએ લગભગ 3 કલાક તેના પ્રેમીની બસ સ્ટેશન પર રાહ જોઈ હતી. પ્રેમીનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. જેથી સગીરા ગભરાઈ ગઈ હતી, તે સ્ટેશન પર રડી પડી હતી.

સમગ્ર વાત જાણીને અભયમની ટીમે સગીરાને શાંત પાડી હતી. તેમજ તેનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. ટીમે તેને સમજાવ્યુ હતું કે, આવી રીતે લાલચમાં આવીને કોઈની સાથે સંબંધ ન બાંધવા અને કોઈના પર ભરોસો ન મૂકવો. સાથે જ તેને તેના ભાઈ-ભાભી પાસે સલામતીથી પહોંચાડવાની પણ જવાબદારી લીધી છે.

અંજારનો આ કિસ્સો દરેક એ પરિવાર માટે લાલબત્તી સમાન છે, જ્યાં સગીર વયની દીકરીઓ છે. આવી દીકરીઓને કોઈ પ્રેમજાળમાં ફસાવીને તેમનો ફાયદો ન લઈ જાય તેના પર ધ્યાન રાખવાની જરૂર છે. સમાજમાં આવા કિસ્સા સતત વધી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.