અરે બાપરે…કેમેરામાં કેદ થયો ભયંકર અક્સ્માત- જુઓ ક્યાય હવામાં ફંગોળાઈને કાર પડી વિડીયો બનાવતી મહિલા પર અને પછી….

ટોપ ન્યૂઝ વર્લ્ડ

વિશ્વમાં ઘણા લોકો કાર રેસિંગ જોવાનો આનંદ માણે છે. કાર રેસિંગ વિશ્વમાં સૌથી રોમાંચક રમત માનવામાં આવે છે. કાર રેસિંગ પસંદ કરનારા લોકોએ પણ નોંધ્યું હશે કે, જ્યારે ટ્રેક પર કારની ટક્કર થાય છે ત્યારે ખતરનાક દ્રશ્યો જોવા મળે છે. ઘણી વખત આ અથડામણમાં લોકો જીવ પણ ગુમાવે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કાર રેસિંગ દરમિયાન બની ઘટના
આ હ્રદયસ્પર્શી વિડિયો જોયા પછી તમારી રુવાડા ઉભા થઇ જશે. આ વીડિયોમાં કાર રેસિંગનો ટ્રેક જોઈ શકાય છે. આ દરમિયાન એક મહિલા કાર રેસિંગનો વીડિયો શૂટ કરી રહી છે. ત્યારે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થાય છે. આ અકસ્માત એટલો ખતરનાક છે કે કાર હવામાં ઉડી જાય છે. અક્સ્માતમાં એક કાર ઉડીને વિડીયો ઉતારતી મહિલા પાસે આવીને પડે છે.

વીડિયો શૂટ કરતી મહિલા, ડરીને ભાગવા લાગે છે. સારી વાત તો એ છે કે, મહિલાને કોઈ જાનહાની થતી નથી. જો વિડિયો બનાવનાર મહિલા નસીબદાર ન હોત તો તે જેટલી નજીક અથડામણ થઇ, તેમાં મહિલાનો જીવ પણ ગુમાવી શકતી હતી. આ વીડિયો ઘણો ડરામણો છે. કાર રેસનો આ વીડિયો ઓસ્ટ્રેલિયાનો જણાવવામાં આવી રહ્યો છે.

બે કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે રેસ ટ્રેક પર એકસાથે ઘણી કાર દોડી રહી છે. આ દરમિયાન બે કાર અચાનક અથડાઈ હતી. અકસ્માત દરમિયાન કારની સ્પીડ એટલી વધુ હતી કે એક કાર ફેન્સિંગ સાથે અથડાઈ હતી. અહીં ઉભી રહીને મહિલા કાર રેસિંગનો વીડિયો બનાવી રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર મહિલાની એકદમ નજીક આવીને લોખંડની ફેન્સિંગ સાથે અથડાઈ હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.