માનવતા મરી પરવારી / ઘરમાં ઘુસી મહિલા અને વૃદ્ધોને માર્યો ઢોર માર : જુઓ વિડીયો થયો વાયરલ

ઇન્ડિયા

રાજસ્થાન (Rajasthan)ના ભરતપુર (Bharatpur)માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો એક ઘરમાં ઘૂસીને મહિલાઓ અને વૃદ્ધોને માર મારી રહ્યા છે. મહિલાઓને જમીન પર ઢસડીને મારવામાં આવી રહ્યો છે. આ મામલો ચિકસાણા પોલીસ સ્ટેશન(Chiksana Police Station) વિસ્તારમાં આવેલા બિલોથીના નાગલા ગામ (Nagla village)નો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ગામમાં ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. ધીરે ધીરે મામલો એટલો વધી ગયો કે સ્થિતિ લડાઈ સુધી પહોંચી ગઈ. આરોપ છે કે આ ઘટનામાં એક મહિલાને નગ્ન કરીને ખૂબ માર મારવામાં આવ્યો હતો. પીડિતાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતા સહદેવ ગુર્જરે પોલીસને જણાવ્યું કે, તે તેના કામે ગઈ હતી. ત્યારે પડોશીઓએ તેના પર પાછળથી હુમલો કર્યો હતો.

મહિલાઓને નિર્દયતાથી માર મારવામાં આવી હતી અને તેમને નગ્ન કરી દેવામાં આવ્યા હતા. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સતીશ વર્માએ જણાવ્યું કે, મહિલાઓ પર મારપીટ કરવામાં આવી રહી હતી. જેમાં પોલીસે માર મારનારા લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ સાથે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.