અરે અરે પણ આટલું બધું ભેગું લઈને ક્યાં જવું છે, જુઓ યુક્રેનના પૂર્વ સાંસદની પત્ની આટલી સૂટકેસમાં પૈસાના થોકડા ભરીને ફુરર થઈ ગઈ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે પૂર્વ સંસદના પત્નીએ મોટો કાંડ કર્યો છે. ત્યારે ઘણા લોકો યુક્રેન છોડી ને બીજા દેશમાં જવા લાગ્યા છે. પણ આ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુક્રેનના પૂર્વ સાંસદના પત્ની છ જેટલાં સુટકેસ સાથે હંગેરીની બોર્ડર ક્રોસ કરવા જતા હતા. જાે કે, બોર્ડર પર ઉપસ્થિત સિક્યુરિટી ગાર્ડ દ્વારા સૂટકેસની તલાશી લેતાં તેઓ ચોંકી ઉઠ્‌યા હતા.

તમામ છ સૂટકેસમાં પૈસા ભરેલાં હતા. મીડિયા ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર યુક્રેનના પાડોશી દેશ હંગેરીમાંથી યુક્રેનના પૂર્વ સાંસદ કોત્વીત્સ્કીની પત્ની ૨૮ મિલિયન યુએસ ડોલર (અંદાજે ૨૧૩ કરોડ રૂપિયા) અને ૧.૩ મિલિયન યુરો (અંદાજે ૧૧ કરોડ રૂપિયા) જેટલી રોકડ રકમ ભરેલાં સૂટકેસ સાથે ઝડપાઈ છે. પૂર્વ સાંસદની પત્ની જીવ બચાવવા યુક્રેનથી ભાગી હંગેરી પહોંચી હતી. હંગેરીના તંત્ર દ્વારા કાયદા અનુસાર આ રોકડ રકમને જાહેર કરવાની ફરજ પાડી છે.

નેક્સ્ટા દ્વારા નોટોથી ભરેલાં છ સૂટકેસનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. નેક્સ્ટા મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પૂર્વ સાંસદની પત્ની દ્વારા કરોડો રૂપિયાની રોકડ રકમને સૂટકેસમાં ભરી પોતાની ગાડીમાં મુકી દીધી હતી. અને યુક્રેનથી ભાગવા માટે તે જકારપટ્ટિયા વિસ્તારમાંથી હંગેરીની બોર્ડર ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે જ બોર્ડર પર સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.

હંગેરીના કાયદાઓ અનુસાર આ રકમને જાહેર કર્યાં બાદ જ તેઓને દેશમાં પ્રવેશ આપવામાં આવશે. જાે કે, આ સમગ્ર કિસ્સો સામે આવતાં દુનિયાભરના લોકો ચોંકી ઉઠ્‌યા હતા. ટ્‌વીટ કરીને લોકોએ પૂર્વ સાંસદની પત્નીની આકરી ટીકાઓ કરી હતી. અનેક લોકો ટ્‌વીટ કરીને કહી રહ્યા છે કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં આટલી મોટી રકમ દાન કરી શકતી હતી. બાળકોના ડાયપર્સ, દવાઓ, પાણી, ભોજન સહિતની પ્રાથમિક જરૂરિયાતો માટે આ પૈસાનો ઉપયોગ કરવામાં આવી શકતો હતો. તો એક યુઝરે પૂછ્યું કે, યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં કોઈની પાસે કેવી રીતે ૨૮ મિલિયન ડોલર કેશમાં હોઈ શકે છે?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.