રાણો રાણાની રીતે / આ ટેણીયાએ ઘોડો કુદાવી જે કરતબ બતાવ્યું છે એ જોઈને આખું ગામ ચોંકી ગયું : વિડિઓ જોઈને તમે પણ સલામ કરશો

ગુજરાત

છોકરો પોતાના અશ્વને બે પગે રમાડતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પંથકમાં કાઠી સમાજ બહોળી સંખ્યામાં વસવાટ કરે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કાઠી સમાજના લગ્ન પ્રસંગમાં કાઠિયાવાડી અશ્વો સાથે ફુલેકું કાઢવાનું અનેરું મહત્ત્વ હોય છે. આવા જ એક ફુલેકામાં એક નાનોઅમથો છોકરો પોતાના અશ્વને બે પગે રમાડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, ત્યારે આ વીડિયો જોઈને લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. નોંધનીય છે કે આ વાઇરલ વીડિયો સાયલા પંથકના ગોસળ ગામનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે પંથકમાં ફુલેકામાં લગ્ન પ્રસંગે વરરાજા કાઠિયાવાડી ઠાઠમાઠ પહેરીને અશ્વ પર સવાર થઈને ફુલેકું કાઢે છે. ત્યારે સગાં-સંબંધીઓને અનેરો આનંદ હોય છે. એમાં લગ્ન પ્રસંગે આવેલા અનેક અશ્વસવાર અશ્વોને કુદાવીને રમાડતા હોય છે, ત્યારે તાજેતરમાં એક કાઠી સમાજના લગ્ન પ્રસંગ હોય એમાં વરરાજાનું વાજતે-ગાજતે ફુલેકું નીકળ્યું હતું. એમાં એક ટેણિયો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

સાયલા પંથકના ગોસળ ગામના એક ફુલેકામાં એક નાનોઅમથો છોકરો પોતાના અશ્વને બે પગે રમાડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે જિલ્લાના આ ગામના લગ્ન પ્રસંગમાં કાઠિયાવાડી અશ્વો સાથે નીકળેલું આ ફુલેકું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/21/04-surendranagar-teniya-nu-kartab_1645425761/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.