અડધી રાત્રે પણ મદદ માટે તત્પર / પંજાબમાં અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવક માટે મસીહા બન્યો સોનુ સુદ, જુઓ અડધી રાત્રે યુવકને લઈને રસ્તા પર દોડતા દેખાયા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ બોલિવૂડ

ફિલ્મ અભિનેતા સોનુ સૂદ(Sonu Sood) તેના સામાજિક કાર્યોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તેઓએ કોરોનાકાળની(Coronal period) ભયંકર મહામારી દરમિયાન પણ લાખો લોકોની મદદ કરી હતી. તે દરમિયાન પગપાળા મુસાફરોને ઘરે પહોચાડ્યા તેમજ તેઓની રોજીંદી જરૂરિયાતો પણ પૂરી કરી હતી. ત્યારબાદ એક ખેડૂતની દીકરીઓ ખભા પર ઝૂંસરી લઈને બળદની જેમ ખેતર ખેડતી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે જોતા જ સૂદે ઝડપથી તે પરિવાર માટે એક ટ્રેક્ટર મોકલ્યું હતું. આ રીતે સોનું સુદ હંમેશા લોકોની મદદ કરતા દેખાય છે.

ત્યારે હાલના દિવસોમાં તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે અકસ્માત ગ્રસ્ત કારમાંથી ઘાયલ યુવકને ખોળામાં લઈને દોડતો જોવા મળી રહ્યો છે. મળેલી માહિતી અનુસાર, સોનુ સૂદનો આ વીડિયો મોગા જિલ્લાનો છે, મંગળવારે રાત્રે જિલ્લાના કોટકપુરા બાયપાસ પર કાર અકસ્માત થયો હતો. તે જ સમયે સોનુ સૂદ તેની ટીમ સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. જાણવા મળ્યું છે કે, અકસ્માત જોઈને તેણે પોતાની કાર રોકી અને ઈજાગ્રસ્તોની મદદ માટે પોતે પહોંચી ગયો.

બોલિવૂડ સ્ટાર સોનુ સૂદ પંજાબમાં રાત્રે કારમાં ઈજાગ્રસ્ત પડેલા યુવક માટે મસીહા બનીને આવ્યો. ઘટના મોગા સ્થિત કોટકપુરા બાયપાસની છે. સોનુ સુદ રાત્રે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેણે જોયું કે એક કાર અકસ્માત થયો છે. ત્યાં નજીક જોઈને જોયું તો કારની અંદર એક યુવક હતો. તેણે તરત મિત્રોની મદદથી કારનું સેન્ટર લોક ખોલ્યું. તેના પછી યુવકને ડ્રાઈવિંગ સીટમાંથી બહાર કાઢ્યો. તે તેને પોતાની કારમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયો. તેના પછી ત્યાં યુવકની સારવાર કરાવી. તેની હાલતમાં સુધારો આવ્યા પછી સોનુ સૂદ ત્યાંથી પરત ફર્યો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સોનુ સૂદ પોતે કારનો દરવાજો ખોલે છે અને ઘાયલ યુવકને અંદરથી બહાર કાઢે છે. યુવકને ખોળામાં લઈને તે ઝડપથી તેની કારમાં લઈ જાય છે અને પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. 2 મિનિટનો આ વીડિયો ગગનદીપ સિંહ (@Gagan4344) નામના યુઝરે શેર કર્યો છે. વીડિયોના અંતમાં સોનુ સૂદ હોસ્પિટલમાં ઘાયલ યુવક સાથે દેખાઈ રહ્યા છે.

 

સોનુ સૂદના આ કામથી સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. જાણવા મળ્યું છે કે, સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગા વિધાનસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે, સૂદ ઘણીવાર મોગામાં પોતાની બહેન માટે પ્રચાર કરતા જોવા મળે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.