હાઈફાઈ ‘ગે હની ટ્રેપ’ કેસ / રાજકોટની ધાર્મિક સંસ્થાના સેવક સાથે ભોપાલના ગે શખ્સે સમલૈંગિક સંબંધ બાંધી માંગ્યા આટલા કરોડ, જુઓ મુખ્ય સુત્રધારની ધરપકડ કરી કેવી હાલત કરી

ઇન્ડિયા ગુજરાત ટોપ ન્યૂઝ

મધ્યપ્રદેશના ભોપાલનો ગે શખસ મયંક અમદાવાદથી ઝડપાયો

રાજકોટ શહેરની જાણીતી ધાર્મિક સંસ્થામાં સેવક તરીકે કામ કરતાં જામનગર પંથકના યુવાન સાથે ઓળખાણ કેળવી તેને મોહજાળમાં ફસાવી ભોપાલના ગે શખ્સે સેવક સાથેનો પોતાનો વીડિયો ઉતારી લઇ હનિટ્રેપમાં ફસાવી ચાર કરોડ માગ્યા હતા. આ ગુનામાં ગાંધીગ્રામ પોલીસે અગાઉ ત્રણને પકડી લીધા બાદ મુખ્ય સુત્રધાર એવા મધ્યપ્રદેશના ભોપાલના મયંક નામના શખસની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ ત્રણ શખસ ઝડપાયા હતા
આ બનાવ અંગે ગત ડિસેમ્બર મહિનામાં ગાંધીગ્રામ પોલીસે સેવકની ફરિયાદ પરથી IPC 120 (બી), 387, 388, 323, 504, 506(2), 292 (ખ) મુજબ ગુનો નોંધી ભાવનગરના સિહોરના રાજપરા ખોડિયાર ગામના ચીમન ઉર્ફે મુન્નો પાલજીભાઇ ગોહેલ, ભાવનગરના વરતેજના આંબેડકર ચોક વણકરવાસમાં રહેતાં મનોજ ઉર્ફે અભય વિનોદભાઇ રાઠોડ અને ગોંડલી આશાપુરા સોસાયટી-9માં આશાપુરા રોડ પર રહેતાં ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગંભીરસિંહ ગોહિલ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

હિડન કેમેરાથી વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપી હતી
ફરિયાદી સેવક યુવાન સાથે સમલૈંગિક સંબંધો બાંધી તેનો હિડન કેમેરાથી વીડિયો ઉતારી આ વીડિયો વાઇરલ કરવાની ધમકી દઇ પહેલા રૂ.1.35 કરોડની માગણી કરી બાદમાં બીજા બે સાથે મળી સેવક સાથે મિટીંગો કરી ગાળો દઇ ધમકી આપી કુલ 4 કરોડ માગી 10 હજાર પડાવી લીધા હતાં.

પહેલા 1.35 કરોડની માગણી કરી હતી
મયંક તથા તેના મળતીયા ભોજરાજસિંહ ગોહિલ, અભય રાઠોડ અને ચિમન ઉર્ફ મુન્નાએ કાવત્રુ રચી સેવકનો વીડિયો બનાવી વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. પહેલા 1.35 કરોડ અને બાદમાં 4 કરોડ માગી બળજબરીથી 10 હજાર પડાવી લીધાની ફરિયાદ દાખલ થઇ હતી. અગાઉ ત્રણ આરોપી પકડાયા બાદ મુખ્ય સુત્રધાર મયંક ફરાર હોય તેની શોધખોળ થઇ રહી હતી. જેને આજ રોજ અમદાવાદ ખાતેથી ધરપકડ કરી તપાસ હાથ ધરી છે..


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *