અરે બાપરે / 5 સ્ટાર હોટલમાંથી પકડાયેલી સેક્સ વર્કરે કર્યો એવો ચોંકાવનારો ખુલાસો કે જુઓ આવી ચેતવણી બહાર પાડવી પડી

વર્લ્ડ

એક સેક્સ વર્કર કોરોના પોઝિટિવ હોવા છતાં એક 5 સ્ટાર હોટલમાં કામ કરતી રહી. એક દિવસમાં તે લગભગ 6 પુરુષોને મળતી હતી. આ વાત તેણે પોતે પોલીસને જણાવી. ત્યારબાદ પોલીસે ત્યાંના નાગરિકો માટે એક ચેતવણી બહાર પાડી છે.

મામલો હોંગકોંગનો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ પોલીસે એક હોટલ પર રેડ મારી હતી. જ્યાં ગેરકાયદેસર રીતે રહેતી 6 યુવતીઓ અલગ અલગ રૂમમાંથી પકડાઈ. તેમની સાથે પોલીસે 3 પુરુષોને પણ પકડ્યા જેમણે તેમને અહીં પહોંચવામાં મદદ કરી. આ ઉપરાંત આ પ્રોસ્ટિટ્યૂશન સિન્ડિકેટ સાથે જોડાયેલા અન્ય લોકોને પણ પકડવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે આ લોકોની ધરપકડ બાદ 6માંથી એક યુવતીએ કહ્યું કે તે ગત મહિને જ કોવિડ પોઝિટિવ થઈ હતી. એક પોલીસસૂત્રએ જણાવ્યું કે છોકરીએ કહ્યું કે આમ છતાં તેણે કામ ચાલુ રાખ્યું હતું. પોતાના રૂમમાં તે રોજ 5થી 6 ક્લાયન્ટ્સને સર્વિસ આપતી હતી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે સૂત્રોના હવાલે જણાવ્યું છે કે શક્ય છે કે તે પોતાના કોઈ ક્લાયન્ટથી સંક્રમિત થઈ હોય. ત્યારબાદ તે અન્ય લોકોમાં ફેલાયો હોય.

પોલીસે જણાવ્યું કે હાલના સમયમાં મહામારી ઝડપથી વધી રહી છે અને પોલીસે લોકોને સેક્સ સર્વિસથી બચવાની સલાહ આપી છે. કારણ કે તેનાથી તેમના જીવનને જોખમ છે. પોલીસે વધુમાં જણાવ્યું કે તમામ આરોપીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમના રિઝલ્ટ નેગેટિવ આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ રેકેટ જાન્યુઆરીથી જ ચાલી રહ્યું છે. અમારો અંદાજો છે કે આ ગેરકાયદેસર કામથી મહિને કરોડો કમાઈ રહ્યા હશે.

પોલીસે કહ્યું કે ચીની યુવતીઓને ગેરકાયદેસર રીતે આ શહેરમાં સેક્સ વર્ક માટે લાવવામાં આવી રહી હતી. અમારું માનવું છે કે અમે આ રેકેટનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યાં મુજબ ગ્રાહકોને કહેવાતું હતું કે તેઓ આ મહિલાઓને હોટલની બહાર કે લોબીમાં મળે. ત્યારબાદ તેઓ તેમને રૂમમાં લઈ જતા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.