શ્રી કૃષ્ણની પવિત્ર નગરી દેવભૂમિ દ્વારકા થઇ શર્મસાર, જુઓ એક સાથે બે સગીર બહેનો સાથે એવું ગંદુ કૃત્ય થયું કે જાણીને તમે પણ હલબલી જશો

ટોપ ન્યૂઝ ગુજરાત

પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લો શર્મશાર થઈ જાય તેવી ઘટના બની છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એક સાથે બે સગીર બેહનો સાથે દુષ્કર્મની ઘટના બની છે. એકસાથે બે સગીર બહેનો દુષ્કર્મનો શિકાર બની હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાળિયામાં નરાધમ નિકેશ ચંદુ પ્રજાપતિ, આશિષ કારૂ આહીર, મહેશ ચાવડા નામના શખ્સો એકબીજાને મદદ કરી સગીરા સાથે મિત્રતા કરી હતી. બાદમાં મિત્રતાની આડમાં બંને સગી બહેનો સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

આરોપી નિકેશ પ્રજાપતિએ સૌથી પહેલા 16 વર્ષની સગીરા સાથે મિત્રતા કેળવી હતી, બાદમાં તેને પ્રેમના જાળમાં ફસાવીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ નરાધમો આટલેથી અટક્યા ન હતા. સગીરા સાથે આવેલ તેની 14 વર્ષની નાની બહેનને પણ નરાધમોએ છરી બતાવી પોતાની હવસનો શિકાર બનાવી હતી.

સમગ્ર મામલો ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પહોંચતા ખંભાળિયા પોલીસે પોકસો એક્ટની કલમો સાથે ipc ની વિવિધ કલમો મુજબ આરોપીઓ વિરુધ ગુનો નોંધ્યો છે. તેમજ નરાધમોને અટક કરવા કાર્યવાહી હાથ ધરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.