હેવાનિયતની હદ વટાવી / સંસ્કારી નગરી વડોદરામાં શરમજનક ઘટના, જુઓ 3 મિત્રએ યુવતીને લક્ઝરી બસમાં કર્યું એટલું ખરાબ કૃત્ય કે જાણીને તમે આને જાહેરમાં ફાંસી અપાવશો

વડોદરા

સંસ્કારી નગરી વડોદરા (Vadodara) નું માથુ ફરી શરમથી ઝૂકી ગયુ છે. શહેરમાંથી સંસ્કારિતાપણું હવે ભૂંસાઈ રહ્યું છે. મહિલાઓ પર વધતા અત્યાચારના કિસ્સાને કારણે શહેરની સંસ્કારિતા ફરી લજવાઈ છે. તાજેતરમાં એક સગીરા પર દુષ્કર્મના કેસની શાહી હજી સૂકાઈ નથી, ત્યાં ફરી એક દુષ્કર્મની ઘટના બની છે. શહેરના એક રસ્તા પર ત્રણ નરાધમો સગીરાને બસમાં ખેંચીને લઈ ગયા હતા, અને તેની લાજ લૂંટાઈ (rape case) હતી. જોકે, શરમની વાત તો એ છે કે, ખુદ પોલીસ જ આ મામલે ઢાંકપિછોડો કરતી દેખાઈ હતી. પોલીસ (vadodara police) ચાર દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી, અને પીડિત પરિવારને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા.

વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મ (rape) ની ઘટના સામે આવી છે. વડોદરાના ન્યુ વી.આઈ.પી રોડ પાસે આ ઘટના બની છે. જેમાં ત્રણ નરાધમોએ સગીરાને બસમાં ખેંચીને લઈ ગયા હતા. જેમાંથી એક યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું, જ્યારે કે, બે યુવાનોએ બસના દરવાજે વોચ રાખી હતી. આમ, ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં સગીરાની લાજ લૂંટાઈ હતી.

3 યુવાનોએ સગીરાનો પીછો કર્યો
વડોદરાના ન્યુ VIP રોડ ઉપર રેવડીયા મહાદેવ મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ઝૂંપડા બાંધીને દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડરના ગામના આદિવાસીઓ રહે છે અને છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. એક સપ્તાહ પહેલાં આદિવાસી પરિવારની સગીરા લોટ લેવા માટે નીકળી હતી. તે સમયે તેની પાછળ તેની બાજુમાં જ રહેતો તેની જ જ્ઞાતીનો નરેશ અને તેની જ જ્ઞાતિના પરિવારના બે યુવાનો સગીરાનો પીછો કરતા પાછળ ગયા હતા.

બે મિત્રોએ વોચ રાખી અને ત્રીજાએ બસમાં દુષ્કર્મ આચર્યુ
લોટ લેવા માટે નીકળેલી સગીરા ન્યુ VIP રોડ ઉપર પાર્ક કરેલી એક બસની પાછળ લઘુશંકાએ જતાં નરેશ અને તેના જ સમાજના બે મિત્રો બસ પાસે પહોંચી ગયા હતા અને લઘુશંકા કરવા ગયેલી સગીરાને બસમાં ખેંચી ગયા હતા. જેમાં નરેશે સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે તેના બે મિત્રોએ વોચ ગોઠવી હતી. આ બનાવ બાદ આદિવાસી પરિવાર પીડિતાને લઇ વતન જતા રહ્યા હતા. તે સાથે દુષ્કર્મ આચરનાર નરેશ અને તેના બે મિત્રો પણ વતન ચાલ્યા ગયા હતા. જ્યાં પંચમાં કોઇ નિવેડો ન આવતા પીડિતાના પિતાએ મોડી રાત્રે હરણી પોલીસ મથકમાં સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર નરેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી
ACP ભરત રાઠોડે જણાવ્યું હતું કે, શહેરમાં મજૂરી કામ કરતા દાહોદ-મધ્યપ્રદેશ બોર્ડરના ગામના આદિવાસી પરિવારના એક યુવાને તેના બે મિત્રોની મદદ લઇ તેની જ જ્ઞાતિની સગીરાને ન્યુ VIP રોડ ઉપર પાર્ક કરાતી લક્ઝરી બસો પૈકી એક બસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાઇ છે. 10 દિવસ પહેલાં બનેલા આ બનાવ અંગેની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાંમાં પીડિતાના પિતાએ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી કરી દીધી હતી. પરંતુ, આરોપીઓ મળી આવ્યા ન હતા.

પોલીસની એક ટીમ દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડર ઉપર રવાના
દરમિયાન પોલીસને આરોપીઓ તેમના વતન ભાગી ગયા હોવાની પોલીસને માહિતી મળતા એક ટીમ દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડર ઉપર રવાના કરવામાં આવી છે. સાંજ સુધીમાં આરોપીઓ પકડાઇ જાય તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. સગીરા અને યુવક બંને પરિચિત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દુષ્કર્મ આચરનાર યુવાનના બે મિત્રોએ વોચ ગોઠવી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

લક્ઝરી બસની પણ તપાસ શરૂ કરાઇ
ACP ભરત રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓ પકડાયા બાદ આ બનાવ અંગેની ચોક્કસ વિગતો બહાર આવશે. પોલીસ દ્વારા આ બનાવ અંગેના પુરાવા એકત્ર કરવા માટેની પણ કાર્યવાહી ચાલુ છે. જે લકઝરી બસમાં દુષ્કર્મ આચરવાનો બનાવ બન્યો છે. તે બસની પણ તપાસ કરવામાં આવી રહી છે. આમ આ બનાવ સંદર્ભમાં અલગ-અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

આ અંગે સગીરાના કાકાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એકટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓ (crime news) ની શોધખોળ હાથ ધરી છે. પરંતુ આ અંગે ખુદ પોલીસ ઢાંકપિછોડો કરતી જોવા મળી હતી. પોલીસે શરૂઆતમાં 4 દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી. પીડિતા અને તેના પરિવારને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા. પીડિતા અને તેના કાકા હરણી અને વારસિયા પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતા. પણ પોલીસે આ ઘટનાને ગંભીર ગણવાની તસ્દી સુદ્ધા લીધી ન હતી.

આમ, વડોદરા પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. આ અગાઉ પણ વડોદરા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. જે બતાવે છે સંસ્કારી નગરીમાં હવે મહિલાઓ સલામત નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.