અરરર / સુરતમાં ફરી બની શરમજનક ઘટના, માતાએ જ કિશોરીને બોલાવી પુત્રના હવાલે કરી, જુઓ દીકરો રૂમમાં જઈને કર્યું એવું કામ કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

ટોપ ન્યૂઝ સુરત

અત્યારના ઘોર કળિયુગમાં સંબંધોનું ખૂન કરતી હોવાની વધુ એક ઘટના સુરત શહેરમાં બની છે. સુરતમાં દીકરાના કુકર્મમાં માતાએ સાથ આપીને એક કિશોરીની જિંદગી બરબાદ કરી નાંખી હતી. આ ઘટનામાં માતાએ કિશોરીને બોલાવી પોતાના પુત્રના હવાલે કરી દીધી હતી. ત્યારબાદ પુત્રએ રૂમમાં લઈ જઈને કિશોરીને પીંખી નાખી હતી, આશ્ચર્યની વાત એ છે કે એક મહિલા થઈને કિશોરી સાથે જ્યારે રૂમમાં કુકર્મ થઈ રહ્યું હતું ત્યારે પુત્રની માતા બહાર પહેરો ભરી રહી હતી. હાલ આ કેસમાં અડાજણ પોલીસે માતા-પુત્રની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

જાણો સમગ્ર ઘટના શું હતી?
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે સુરતના એલપી સવાણી રોડ પર આવેલા એસએમસી આવાસમાં દીકરાના કુકર્મમાં માતાએ સાથ આપીને એક કિશોરીની જિંદગી બરબાદ કરી નાંખી છે. રાજ કહારના ઘર પાસે રહેતી એક કિશોરી સાથે તેનો પ્રેમસંબંધ હતો. આરોપી રાજ કહાર કિશોરીને લગ્ન કરવાની લાલચ આપીને અવાર નવાર ધમકાવતો રહેતો હતો. તે કિશોરીને કહેતો હતો કે મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ.

આ ધમકીઓ બાદ માતાએ પુત્રની જિદ પુરી કરતી હોય તેમ 14મીએ બપોરના સમયે વનિતા કહારે કિશોરીને ઈશારો કરી પોતાના ઘરે બોલાવી હતી. પછી પોતાના પુત્ર સાથે કિશોરીને ઘરના રૂમમાં બંધ કરી દીધો હતો. બીજી બાજુ રાજે પ્રેમસંબંધમાં અંધ બનીને જબરદસ્તી રૂમમાં કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક મહિલા થઈને તેની માતાએ પોતાના પુત્રના કુકર્મમાં સાથ આપ્યો હતો. પુત્ર જ્યારે કિશોરી સાથે દેહ પીંખી રહ્યો હતો ત્યારે તેઓ દરવાજા પર પહેરો ભરતા હતા.

આ ઘટના બાદ કિશોરીએ પોતાના પરિવારને સમગ્ર ઘટનાની હકીકત જણાવી દીધી હતી. ત્યારબાદ પરિવાર માતા-પુત્રને ઠપકો આપવા જતા તેઓએ તેમને મારવાની ધમકીઓ આપી હતી. જોકે આ સમગ્ર મામલે કિશોરીનાં પરિવારજનોએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી રાજ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી માતા-પુત્રની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં રાજ રવિ કહાર અને તેની માતા વનિતા કહારની અટક કરી તપાસ શરૂ કરાઇ છે. કિશોરીની મેડિકલ તપાસ બાદ આ ઘટનામાં વધુ માહિતી સામે આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.