બિહારના બેગૂસરાયમાં જમીન વિવાદમાં દબંગોએ ક્રૂરતાની તમામ હદને વટાવી દીધી છે. એક યુવકને ઘરેથી ઉઠાવીને લઈ ગયા અને થાંભલ સાથે બાંધી તાલિબાની સજા આપી. પછીથી ઊંધો લટકાવીને તેને માર્યો હતો. યુવક છોડવા માટે અરજ કરતો રહ્યો, પરંતુ દબંગોને બિલકુલ દયા ન આવી.
દબંગો યુવકને બેભાન થાય ત્યાં સુધી તેને મારતા રહ્યા હતા. મારામારીનો વીડિયો સામે આવ્યો છે. એમ કહેવાય છે કે ચંદન કુમારના પાડોશી પ્રદીપ સાહની દબંગ છે. બંને પરિવારની વચ્ચે જમીનને લઈને વિવાદ છે. પ્રદીપ સાહનીએ તેના સમર્થકોની સાથે મળીને ચંદનને ઘરેથી ઉઠાવ્યો હતો.
આ દરમિયાન ચંદનના ભાઈઓ સાથે પણ મારામારી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ ચંદન કુમારે ભાઈ રામપ્રીત માહતોને જણાવ્યું હતું કે ઘણા સમય પહેલાંથી જમીન વિવાદ ચાલી રહ્યો છે. આરોપી પ્રદીપ સાહનીનું ઘર પણ પાડોશમાં જ છે. બુધવારે તે તેના સાથીઓની સાથે ઘરમાં ઘૂસી ગયો હતો. એ પછીથી ત્રણે ભાઈને માર માર્યો હતો. પછી એક ભાઈ ચંદનને સાથે લઈ ગયો હતો. તેને પણ પોતાના ઘરની પાસે લઈ જઈને માર્યો હતો.
તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વીડિયો ફૂટેજ બહાર આવ્યા પછી ભગવાનપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું હતું કે જમીન વિવાદને લઈને બંને પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. જોકે એક પક્ષે યુવકને બાંધીને માર્યો છે. આરોપી પ્રદીપ સાહની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે આરોપીની ધરપકડ પોલીસ અત્યાર સુધી કરી શકી નથી.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/21/76-begusrai-prithvy_1650538744/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!