પવિત્ર શ્રાવણ મહિનામાં શંકર ભગવાન પાસે માંગો અને નો આપે એવું ન બને, આ ટેકરીવાળા મહાદેવને સ્પર્શ કરી દર્શન કરો તમારી બધી મનોકામના પુરી થશે

ધર્મ

ભારત દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક માણસ પોતાની શ્રદ્ધા પ્રમાણે અલગ અલગ મંદિરે ભગવાનના દર્શન માટે જતા હોય છે. જુદા જુદા મંદિરોમાં અલગ અલગ ભગવાનની મૂર્તિઓ ની સ્થાપના કરેલી હોય છે. પોતાની શ્રધ્ધા પ્રમાણે મંદિરમાં દરેક દર્શનાર્થીઓ દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે.

ભગવાન શંકરમાં માનવાવાળા લોકોની સંખ્યા ખૂબ જ છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં ટેકરી વાળા મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શંકર ના દર્શન કરવા માટે આવે છે.

પોરબંદર ના રાણાવાવ માં આવેલા મહાદેવના આ મંદિરમાં આરસના પથ્થરમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યુ છે. શિવલિંગ ખૂબ જ સુંદર અને ભવ્ય છે તેથી મહાદેવના મંદિરમાં શિવજીના દર્શન કરવા અને શિવલિંગ ઉપર જળાભિષેક કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

મહાદેવના મંદિરમાં મહાદેવના શિવલિંગ કરતા પણ મોટી મૂર્તિ તેમના પોઠિયાની છે. તેથી મહાદેવના આ પોઠિયાના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂર થી આવે છે અને પોઠિયા ના કાનમાં પોતાની મનોકામના માંગે છે.

મહાદેવના પોઠિયા ના કાનમાં સાચા મનથી માગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહાદેવના મંદિરમાં દર્શને આવતા ભક્તોને શાંતિ અને સુખમય જીવનનો અહેસાસ થાય છે. મહાદેવના આશીર્વાદ થી તેમના જીવનના દરેક કષ્ટો દૂર થાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.