હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું મહત્ત્વ છે. અષાઢ મહિના બાદ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે.શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે.આ મહિનામાં કરવામાં આવતી પૂજાનું વિશેષ મહત્ત્વ છે.આ વર્ષે 29 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. આ મહિનામાં લોકો ઘરમાં શિવલિંગની પૂજા કરે છે.
ઘણી વાર પુરી જાણકારીના અભાવને કારણે લોકો ઘરમાં શિવલિંગ રાખતી વખતે ઘણી ભૂલો કરે છે જેના કારણે વ્યક્તિએ અશુભ અસર ભોગવવી પડે છે. જ્યોતિષીઓ પ્રમાણે ભગવાન શિવને ખૂબ જ દયાળુ અને કૃપાળુ ભગવાન કહેવામાં આવે છે.
પણ જ્યારે મહાદેવ ક્રોધિત થાય છે ત્યારે બધું બરબાદ થઇ જાય છે.તેથી ઘરમાં શિવલિંગની સ્થાપના કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઇએ.જો આ નિયમોનું યોગ્ય પાલન કરવામાં ન આવે તો વ્યક્તિ પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે.
શિવલિંગનું કદ નાનું હોવું જોઇએ : જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં શિવલિંગની સ્થાપના કરતી વખતે ધ્યાન રાખો કે શિવલિંગનું કદ હંમેશા નાનું હોવું જોઇએ. શિવલિંગને અંગૂઠાના કદ જેટલુ રાખો.આ સાથે મંદિરમાં એક્લા શિવલિંગને ના રાખો.સાથે જ શિવ પરિવારનો ફોટો પણ રાખવો જોઇએ.
હંમેશા જલધારા રાખો : એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર દરેક સમયે ઉર્જાનો સંચાર થાય છે.તે શક્તિને શાંત કરવા માટે શિવલિંગ પર જળની ધારા હોવી જોઇએ.
સંખ્યાનું ધ્યાન રાખો : શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ઘરના મંદિરમાં ભગવાનની કેટલી મૂર્તિઓ હોવી જોઇએ.શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં એક જ શિવલિંગની સ્થાપના કરવી જોઇએ. એકથી વધુ શિવલિંગા રાખવું અશુભ માનવામાં આવે છે.
દિશાનું ખાસ ધ્યાન રાખવું : જ્યોતષ શાસ્ત્ર મુજબ ઘરમાં શિવલિંગની દિશાનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.શિવલિંગના જળ પ્રવાહની દિશા ઉત્તર દિશા તરફ હોવી શુભ માનવમાં આવે છે.
નિયમિત પૂજા કરો : જો તમે ઘરમાં શિવલિંગની સ્થાપના કરો છો તો તેની નિયમિત પૂજા કરવી જોઇએ.તેમજ અભિષેક કરવો જોઇએ. આમ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે.
નાગ ચોક્કસ રાખો : અવું માનવામાં આવે છે કે નર્મદા નદીના પથ્થરમાંથી બનેલા શિવલિંગને ઘરમાં રાખવા શુભ માનવામાં આવે છે.આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે જે ધાતુનું શિવલિંગ ઘરમાં રાખવામાં આવે છે તે જ ધાતુના સાપને પણ શિવલિંગ પર વીંટાળવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!