પત્નીનું ટોર્ચર તો જુઓ / પત્નીએ પતિને બેટથી ફટકારી માથું ફોડી નાખ્યું, જુઓ પછી એવી ધમકી મારી કે જાણીને તમે ચોંકી ઉઠશો : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

રાજસ્થાનના બિકાનેરમાં પત્નીએ પતિને એટલી ક્રુરતાથી માર માર્યો કે તેના માથામાં 17 ટાંકા આવ્યા. ક્રિકેટ બેટથી પત્નીએ પતિના માથા અને ખભા પર મારતી રહી. મહિલાનો આરોપ છે કે પતિ શરાબ પીવે છે અને તેની સાથે રોજ મારપીટ કરે છે. આ વાતે ગુસ્સે થઈને પતિને ફટકાર્યો છે. ( થર્ડ ડિગ્રી ટોર્ચરનો વિડિઓ નીચે આપેલો છે )

આ મામલે બંનેએ એકબીજા વિરૂદ્ધ FIR પણ નોંધાવી છે. ઘટના બિકાનેર શહેર નજીક આવેલા રિડમલસર ગામનો છે. અહીં મંગળવાર રાત્રે 11 વાગ્યે પતિ-પત્ની અમીન (35) અને અનીશા (30) જોરજોરથી બૂમો પાડી રહ્યાં હતા, જે અવાજ સાંભળીને પાડોશી તેમના ઘરે દોડી આવ્યા. ત્યાંના દ્રશ્યો જોઈને તેમના હોશ ઊડી ગયા.

અનીશા પોતાના પતિને ધનાધન ક્રિકેટ બેટથી ફટકારી રહી હતી અને અમીન ચીસો પાડી રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે અમીનના પરિવારે કરેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે અનીશા પોતાના પતિના ખભા અને માથા તેમજ પગ પર બેટ વડે મારતી રહી. જેના કારણે અમીનનું માથું ફાટી ગયું અને ફર્શ લોહી લોહી થઈ ગઈ. ( વિડિઓ નીચે આપેલો છે )

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમીન જ્યારે સૂઈ રહ્યો હતો ત્યારે અનીશાએ તેના પર હુમલો કર્યો. પાડોશીઓએ અનીશાને પકડી અને જેમતેમ કરીને અમીનને બચાવીને હોસ્પિટલ લઈ ગયા. આ ઘટનામાં અમીન ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને બીકાનેરની PBM હોસ્પિટલ લઈ જવાયો.

પત્નીનો આરોપ છે કે પતિ દરરોજ શરાબના નશામાં તેની સાથે મારપીટ કરતો હતો. વીડિયોમાં પણ વચ્ચે પડેલા લોકોને પત્ની વારંવાર કહેતી હતી કે તેને મને ત્રણ વખત મારી ત્યારે તો કોઈ બચાવવા આવ્યું ન હતું. પત્નીએ પણ પતિ વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મહાવીર બિશ્નોઈએ જણાવ્યું કેહાલ કોઈની ધરપકડ કરાઈ નથી. તપાસ પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(  વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/13/76-pati-patni_1657726428/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.