અરે બાપરે / દીકરી શાળાએ ગઈ એટલે બચી ગઈ, અને જવાન માં-બાપનો હાઇવે પર ટ્રક સાથે થયો અકસ્માત અને પછી થયું એવું કે જાણીને તમારા રુવાડા બેઠા થઇ જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હાલ જયપુર-બીકાનેર બાયપાસ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અસ્ક્માતનો ભોગ ITBPના જવાન હેડ કોન્સ્ટેબલ અને તેની પત્ની બન્યા છે. જવાન હેડ કોન્સ્ટેબલ ગોકુલપુરાથી નીકળી તેના સાસરે લક્ષ્મણગઢ જઈ રહ્યો હતો.

જ્યાં રસ્તામાં સામેથી આવતી ટ્રક સાથે તેમની કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર બુકડો બોલી ગઈ હતી. સીકરના ચાંદપુરામાં ગ્રીન એવી હોટલ પાસે બપોરના 1.30 વાગ્યે આ ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બનાવને લઈને પોલીસને તાત્કાલિક જાણ કરી દેવામાં આવી હતી.

પોલીસે અકસ્માત થયેલા બંને વાહનોને રોડ પરથી હટાવીને લાંબો ટ્રાફિક જામ હટાવ્યો હતો. આ અકસ્માતનો ભોગ બનેલા જવાન હેડ કોન્સ્ટેબલ અશોક કુમારના લગ્ન અંકિતા નામની મહિલા સાથે 2016માં થયા હતા. લગ્ન પછી તેઓને 2018-19માં નોકરી મળી હતી. તેઓને ગુડ્ડુ નામની ત્રણ વર્ષની પુત્રી છે.

જે દિવસે અકસ્માત થયો એ દિવસે તે શાળાએ ગઈ હતી. જેથી અશોક અને તેની પત્ની તેને પોતાની સાથે લાવ્યા ન હતા. આ દીકરીનું સદનસીબ કે તે સાથે ન આવી નહીતો આજે મોતના આંકડામાં વધુ એક વ્યક્તિનું નામ જોડાઈ જવાની આશંકાઓ રહેત.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંનેને વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો તેમનું મોત થઈ ગયું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે એસકે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તેમના પરિવારજનોને સોપવામાં આવ્યા હતા. મૃતદેહ ઘરે પહોંચતા જ ખુબ જ મોટી રોક્કળ મચી ગઈ હતી.

સંબંધીઓ અને પડોશીઓએ પરિવારના સભ્યોને માંડ માંડ સંભાળ્યા હતા. જવાન હેડ કોન્સ્ટેબલ રવિવારે મિત્રો સાથે શાકંભરીને મળવા ગયો હતો. તેણે તેના મિત્રો સાથે ઘણો સમય વિતાવ્યો. મિત્રોએ જણાવ્યું કે હવામાન સારું હોવાને કારણે રવિવારે ફરવાનો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો હતો.

બે દિવસ પછી આ ઘટના તેમની સાથે બનશે, વિચાર્યું ન હતું. અશોક ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. દીકરીને પરિવાર સાથે છોડી દીધી. આઈટીબીપીમાં હેડ કોન્સ્ટેબલ અશોક ની ઉંમર 24 વર્ષની અને તેની પત્ની અંકિતાની ઉંમર 22 વર્ષની હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.