મહિલા પોલીસની દાદાગીરી તો જુઓ, શરમ નેવે મૂકી વૃદ્ધ વ્યક્તિને મારતી રહી દંડા, વિડિઓ જોઈને તમે પણ હચમચી જશો : જોઈલો વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હાલ માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે. બે લેડી કોન્સ્ટેબલે રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધ શિક્ષકને ઢોર માર માર્યો. વૃદ્ધ શિક્ષક વારંવાર પૂછતા રહ્યા કે આખરે મારી શું ભૂલ થઇ છે? હું તો સાઈકલથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. પરંતુ મહિલા પોલીસકર્મીઓએ વૃદ્ધની એક ન સાંભળી.

ધડાધડ દંડા ફટકારતા રહ્યા અને મને માર મારતા રહ્યા. ડરના કારણે કોઈ તે 2 લેડી કોન્સ્ટેબલેને રોકવા પણ ન આવ્યું. 65 વર્ષના શિક્ષકને માર મારતી બંને લેડી કોન્સ્ટેબલનો વીડિયો આવ્યો સામે. આ મામલા ની હજુ કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. (વિડિઓ નીચે આપેલો છે) 

બંને મહિલા પોલીસકર્મીઓ ટ્રાફિક પોલીસમાં છે. હજુ સુધી તેમની કોઈ ઓળખ સામે આવી નથી. આ બનાવ શુક્રવારે બપોરે બિહારના કેમુર જિલ્લાના ભભુઆનો છે. બારહુલી ગામનો રહેવાસી નવલ કિશોર પાંડે ડીપીએસ (ધમેન્દ્ર પબ્લિક સ્કૂલ)માં શિક્ષક છે.શુક્રવાર બપોરે શાળા પત્યા પછી તે ઘરે પરત ફરી રહ્યા હતા.

મંડલ જેલ પાસે રસ્તા પર ટ્રાફિક જામ હતો. 2 મહિલા પોલીસકર્મી જામ ખોલાવવામાં લાગેલા હતા. એક લેનનો ટ્રાફિક બંધ હતો. આ દરમિયાન એક શિક્ષક ચાલતા રસ્તો ક્રોસ કરવા લાગે છે. મહિલા પોલીસકર્મીઓએ તેમને રોક્યા. શિક્ષક અને મહિલા પોલીસકર્મી વચ્ચે બોલાચાલી થઈ. (વિડિઓ નીચે આપેલો છે)

આ દરમિયાન બંને મહિલા પોલીસકર્મી વૃદ્ધને ફટકારવા લાગ્યા. હજુ સુધી વૃદ્ધ શિક્ષકે આની કોઈ ફરિયાદ કરી નથી. લોકોનું કહેવું છે કે ભભુઆ શહેરની બંને બાજુ ફૂટપાટ પર અતિક્રમણકારીઓનો કબજો છે. જેના કારણે રસ્તો જામ રહે છે અને પોલીસ તેનો ગુસ્સો લોકો પર ઉતારે છે.

શિક્ષક નું કેહવું છે કે ‘હું સાઈકલ લઇ ને જઈ રહ્યો હતો. મને પહેલા એક દંડો માર્યો. મેં કંઈ જ કહ્યું નહીં. અવગણના કરી આગળ વધ્યો, તો પાછળથી આવીને તેમને મારી સાઈકલ પકડી. બંને મહિલાકર્મીઓએ મને 20થી વધુ દંડા માર્યા.’ ડીએસપી સુનીલ કુમારે કહ્યું કે વીડિયો વાઇરલ થયાની વાત તો સામે આવી છે. તપાસ ચાલું છે, જે પણ દોષી હશે તેને સજા અપાશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *