એ..એ..એ કર્યું ત્યાંતો આવ્યો / પેટ્રોલ પંપની બહાર પતિની રાહે ઉભી હતી પત્ની, ત્યાંતો પાછળથી ટ્રકે આપ્યું ધ્રુજાવી દેતું મોત : જુઓ મોતનો LIVE વિડિઓ

ટોપ ન્યૂઝ

હાલ એક ખુબ જ દર્દનાક અકસ્માતના CCTV સામે આવ્યા છે. રતલામમાં પતિની રાહ જોતી મહિલાને ટ્રકે કચડી નાખી હતી. તે એક પેટ્રોલ પંપની બહાર ઉભી રહીને તેના પતિની રાહ જોતી હતી, ત્યારે પાછળથી એક ટ્રકે તેને ટક્કર મારી હતી. ( કંપારી છુટીજાય તેવો વિડિઓ નીચે આપેલો છે )

મહિલાને થોડી દૂર સુધી ઘસડીને ટ્રક ડ્રાઈવરે બ્રેક મારી હતી. પછી ટ્રક ડ્રાઈવર ટ્રકને ઝડપથી રિવર્સ લઈને ભાગી ગયો હતો. જો તે ટ્રક વધુ સમય સુધી મહિલાને ઘસડી હોત તો તે મહિલાનું મૃત્યુ થયુ હોત. જોકે હાલ તેને ગંભીર હાલતમાં મંદસૌર જીલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આ મહિલા આકતવાસમાં રહેનાર જવાહરલાલ રાયકવારની પત્ની શાંતિબાઈ છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યુ હતુ કે, જવાહર અને શાંતિબાઈ બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ જાવરાના રતલામ નાકાના એક પેટ્રોલ પંપ પર ઉભા રહ્યા હતા.

જવાહર પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવા ગયો હતો. ત્યારે શાંતિબાઈ પેટ્રોલ પંપની બહાર ઉભીને પતિની રાહ જોતી હતી. આ દરમિયાન બીજી તરફથી ઝારખંડ પાસીંગનો એક ટ્રક આવ્યો હતો. તે ટ્રકે પહેલા મહિલાને ટક્કર મારી હતી, પછી થોડી દૂર સુધી તેને ઘસડી હતી. ત્યારબાદ ટ્રક ડ્રાઈવર ટ્રકને રિવર્સમાં લઈને ભાગી ગયો હતો.

મહિલાના ભત્રીજા જિતેન્દ્ર રાયકવારે ટ્રક ડ્રાઈવર સામે કેસ દાખલ કર્યો છે. જેના આધારે હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આ મહિલાને ગંભીર હાલતમાં મંદસૌર જીલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.