હિન્દૂ ધર્મમાં શ્રાવણ માસની ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે. શ્રાવણનો પાવન મહીનો શરૂ થઈ ચૂક્યો છે ત્યાં તો ભક્તો ની ભીડ ભગવાન શંકરના મંદિરો માં ઉમટી પડી છે. શ્રાવણ માસના સોમવારના દિવસે તો ભગવાન શંકર ના મંદિરમાં પગ મુકવાની પણ જગ્યા હોતી નથી.
અમે તમને ગુજરાતમાં આવેલ ભગવાન શંકર ના એક એવા ચમત્કારિક મંદિર વિશે જણાવીશું જ્યાં બધા રાખવાથી મસાની તકલીફ હંમેશા માટે દૂર થઈ જાય છે. મહેસાણાના બોરીયાવી ગામમાં ભગવાન શંકર નું ચમત્કારિક મંદિર આવેલું છે. આ મંદિર ને માસિયા દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભગવાન શંકર ના આ મંદિરમાં ગોળ અને મીઠાનો પ્રસાદ ચઢવવામાં આવે છે. ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે ભગવાન શંકર નું આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે. ભક્તો અહીં પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂર થઈ ભોલેનાથના દર્શન કરવા માટે આવે છે.
લોકવાયકા મુજબ વર્ષો પહેલા ખાર ગામના મઢના મહંતની ઘોડી હતી જેને મસો થયો હતો. તે પોતાની ઘોડી ને લઈને ખૂબ જ ચિંતિત રહેતો હતો. એક દિવસ એને સપનું આવ્યું કે મહેસાણાના માં આવેલ બોરીયાવી ગામમાં એક આંબલી ના ઝાડ નીચે ઉકરડો છે ત્યાં મીઠા નું ચઢાવવાથી ઘોડી ને મસો મટી જશે.
મહંત બીજા દિવસે તે જગ્યા પર જઈને સાફ સફાઈ કરે છે તો ત્યાં થી શિવલિંગ પ્રગટ થાય છે અને આ વાત આંજુબાજુ ના ગામમાં ફેલાયી જાય છે. પછી તે શીવલિંગની પૂજા કરે છે અને ઘોડી ને મસો મટી જાય છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં જે કોઈ અહીંયા આવીને મસાની બધા રાખે છે તેમને મસાની બીમારી માંથી અચૂક છુટકારો મળી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!