કરો આ એક વસ્તુ / શ્રાવણ મહિનો પુરો થાય એ પહેલા શિવલિંગ ઉપર ચડાવી દો આ ૧ વસ્તુ, આખું વર્ષ પૈસાની આવક સતત ચાલુ રહેશે

ધર્મ

શ્રાવણ મહિનાના દરેક સોમવારનું એક વિશેષ મહત્વ હોય છે. પુરાણો અનુસાર મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો સર્વોત્તમ માનવામાં આવે છે. માન્યતા છે કે જે ભક્ત શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત રાખી ભગવાન ભોલેનાથના શિવલિંગ પર જળાભિષેક અને સંપુર્ણ વિધિ વિધાનથી પુજા અર્ચના કરે છે, તેના બધા જ દુઃખ દુર થાય છે.

આ વર્ષે શ્રાવણ મહિનાના દરેક સોમવારના વ્રતની પુજા ખુબ જ ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે આ વખતે શ્રાવણ મહિનાના 4 સોમવાર પડવાના છે અને આ વખતે સોમવાર માં શુભ યોગ બની રહ્યો છે.

તમે જાણતા હશો કે રુદ્ર અને શંકર પર્યાયવાચી શબ્દ છે. રુદ્ર જ ભગવાન શંકરનું પ્રચંડ રૂપ છે. તેવામાં ભગવાન શંકર ને રુદ્રાક્ષ અર્પિત કરવામાં આવે તો ખુબ જ શુભ માનવામાં આવે છે. હિન્દૂ શાસ્ત્રોમાં રુદ્રાક્ષને ભગવાન શંકરનો મહાપ્રસાદ જણાવવામાં આવેલ છે.

રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શંકર ના આંસુમાંથી થાય હતી. એવી માન્યતા છે કે ભગવાન શંકરના આંસુમાંથી ઉત્પન્ન થયેલ રુદ્રાક્ષમાં દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની તાકાત હોય છે. રુદ્રાક્ષ ભગવાન શંકરને અર્પિત કરી શકાય છે અને સાથો સાથ તેને ધારણ પણ કરી શકાય છે. તેને ધારણ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ, રોગ, શોક અને ભય માંથી મુક્તિ મળી જાય છે.

રુદ્રાક્ષ ખૂબ જ પવિત્ર હોય છે તેથી માસ કે મદિરા પીવાથી તે અશુદ્ધ થઈ જાય છે અને ભગવાન શંકર નારાજ થઈ જાય છે. ભગવાન શંકર ના શિવલિંગ પર રુદ્રાક્ષ અર્પિત કરતા સમયે યજુર્વેદનાં રુદ્રાષ્ટાધ્યાય મંત્રોનો પાઠ કરવો જોઈએ.

તેનાથી ખુબ જ જલ્દી વ્યક્તિની મનોકામના પુરી થઈ જાય છે. સાથોસાથ તેનાથી કુંડળીમાં ગ્રહ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે. રુદ્રાક્ષ ચઢાવવા માટે ભગવાન શંકર ની ઉપસ્થિતિ અત્યંત આવશ્યક છે. એટલા માટે ભગવાન શંકરના સ્થાન ઉપર જઈને તેમના શિવલિંગ ઉપર રુદ્રાક્ષ ચડાવવું જોઈએ અને સાચા મનથી ભગવાન શંકર ની પૂજા કરવી જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.