સૌથી મોટો ખુલાસો / કિશન ભરવાડ કેસમાં મૌલાનાની ધરપકડ બાદ થયો ચોંકાવનારો ખુલાસો, જુઓ ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાશે

ગુજરાત ટોપ ન્યૂઝ

અમદાવાદના ધંધુકામાં માલધારી યુવકની હત્યાના મામલે આરોપી મૌલાનાની ધરપકરડ બાદ ખુલાસો થયો છે. મૌલાના ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ
અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો.

કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું
તેમજ મૌલાના કટ્ટરવાદી સ્પીચ આપીને યુવકોને ભડકાવતો હતો.જેને લઈને પોલીસે કટ્ટરવાદી સંગઠન અંગે પણ તપાસ કરી છે. બીજી બાજુ ધોળકા હત્યા કેસની તપાસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને ગુજરાત ATS પણ જોડાઈ છે. કેસમાં અમદાવાદ અને મુંબઈના મૌલવીના નામ સામે આવતા બંને તપાસ એજન્સી તપાસ તેજ કરી છે.

કટ્ટરવાદી વિચારધારાને કારણે યુવાન જીવ લીધો
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણની, તેમજ મુખ્ય સૂત્રધાર મૌલાનાની પણ ધરપકડ કરવામાં આવી છે. બાદમાં આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં જ્યાં કોર્ટે શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=763030605083961 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.