હાલમાં જ સુરત શહેરમાં એક એવી ઘટના બની કે, તમેં જાણીને ચોકી જશો. વાત જાણે એમ છે કે,સુરતના ભાથેના વિસ્તારમાં દુકાનદાર પાસે તે વિસ્તારના અસામાજિક તત્વો દ્વારા હપ્તાની રકમ મંગાવવામાં આવી હતી. જોકે દુકાનદારે આ બાબતનો વિરોધ કરતાં સામાજિક તત્વો દ્વારા તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે, સુરતના ભાઠેના વિસ્તારમાં ઉમિયા માતાના મંદિર પાસે દુકાન ધરાવતા બે દુકાનદારો પર અસામાજિક તત્વો દ્વારા તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો શિવા અને આર નામના સામાજીક તત્વો દ્વારા બંને દુકાનદારો પાસે હપ્તા પેટે રકમની માંગણી કરવામાં આવી હતી. જો કે છેલ્લા લાંબા સમયથી હપ્તાની માંગણી કરતા આ બંને વિશ્વ અમોને દુકાનદારોએ મચક ન આપી હતી.
તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવાની તૈયારી કરી હતી આ વાતને લઈને આ સામાજિક તત્વો ગુસ્સે ભરાયા હતા અને તલવાર લઈને આ બંને દુકાનમાં લોકોને ત્યાં પહોંચ્યા હતા અને જોતજોતામાં તલવાર વડે હુમલો કરી દીધો હતો. આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થતા દુકાનદારે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી હતી ત્યારે પોલીસે લોકોની ફરિયાદ સાંભળવા ની જગ્યા પર સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે અને આમ પણ સુરત શહેરમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે પોલીસે અસામાજીક તત્વો પર કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ ઉઠી છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ ઘટી રહી છે, જેના કારણે ન બનાવના બનાવો બની રહ્યા છે. હાલમાં આ ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે.
સુરતમાં લુખ્ખાઓનો આતંક, દુકાનદાર ઉપર કર્યો તલવાર વડે હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ #surat #Gujarat pic.twitter.com/uo5CH5DLEe
— News18Gujarati (@News18Guj) March 20, 2022
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!