ગજબ બોસ ગજબ…નાના બાળકને સાપ કરડીયો પછી થોડી જ સેકન્ડમાં બાળકના બદલે સાપ મરી ગયો, આ પાછળનું કારણ જાણીને તમે ગોથું ખાઈ જશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

બિહારના ગોપાલગંજ જિલ્લાની એક ઘટના હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ ઘટના છે જ એવી કે જેના વિશે જાણીને તમે પણ કહેશો કે ગજબ કહેવાય. ગોપાલગંજ જિલ્લાના એક ગામમાં ચાર વર્ષના બાળકને સાપેક્ષ કર્યો હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના પરિવારના લોકો ચિંતામાં હતા કે તેને સાપ કરડી ગયો છે.

પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ ચાર વર્ષના બાળકને સાપ કરડીયા પછી પણ કંઈ થયું નહીં. જોકે આટલી વાત તો સામાન્ય હતી પરંતુ પછી સામે આવ્યું કે બાળકને જે સાફ કરડ્યો હતો તે થોડી જ સેકન્ડમાં મરી ગયો છે. જ્યારે આ વાત પ્રકાશમાં આવી ત્યારે ગામ લોકોને ભારે આશ્ચર્ય થયું.

આખા ગામમાં બસ એક જ ચર્ચા હતી કે ચાર વર્ષના બાળકને સાપ કરડીયો અને પછી સાપ મરી ગયો પણ બાળકને કંઈ જ થયું નથી. બાળકને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરવામાં આવી અને તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. આવા અથવા વાયુવેગે આસપાસના ગામોમાં પણ ફેલાવવા લાગી.

લોકો તેને ચમત્કાર ગણી રહ્યા હતા. લોકો આ બાળકને જોવા માટે તેના ઘરે પહોંચવા લાગ્યા. તેવામાં સ્નેક સેવર તરીકે કામ કરતા જમશેર સુધી આ વાત પહોંચી. તે પણ મરેલા સાપને અને બાળકને જોવા માટે પહોંચ્યો.

તેણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને પછી આ ઘટના શા માટે બની તેના વિશે ખુલાસો કર્યો. આ વાત સાંભળીને ગામ લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. જમશેદ નું કહેવું હતું કે જે સાપ મરી ગયો છે તેનું કારણ બાળકને ડંખ મારવાનું નહીં પરંતુ તે પહેલાથી જ નબળો અને બીમાર હતો.

આ સિવાય સાફ કરડીયો હોવા છતાં બાળકને ઝેર ચડ્યું નહીં તેનું કારણ એવું હતું કે સાપેક્ષ બાળકને ડંખ માર્યો હતો પણ ઝેર ઓક્યુ ન હતું. તેથી બાળકને ઝેરની અસર થઈ જ નહીં.

સાપ નબળો હોવાથી તે ડંખ મારીને પોતાનું ઝેર કાઢી શક્યો નહીં તેથી બાળકને ઝેર ચડ્યું નહીં અને તે પોતે નબળો હોવાથી થોડી જ વારમાં મરી ગયો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *