રશિયાનું એલાન-એ-જંગ / યુક્રેનમાં ગુંજી રહ્યા છે હવાઈ હુમલાના સાયરનો, આકાશમાં ઉડતી દેખાઈ મિસાઈલ, ઠેર ઠેર લાંબો ટ્રાફિક જામ : જુઓ યુદ્ધના LIVE દ્રશ્યો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. કિવ, ડોનબાસ ખારકી, ઓડેસા સહિત ઘણા વિસ્તારોમાં વિસ્ફોટ(Ukraine explosion)ના અવાજ સંભળાયા. ઘટનાસ્થળે હાજર પત્રકારોએ સોશિયલ મીડિયા પર ઘણા વિઝ્યુઅલ શેર કર્યા છે જેમાં વિસ્ફોટના ગોટે ગોટા જોઈ શકાય છે. યુક્રેનના અનેક વિસ્તારોમાં ગભરાટનું વાતાવરણ છે. કિવ(Kiev)માં લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને લોકો આમ તેમ દોડી રહ્યા છે. લોકોને એર સાયરન દ્વારા પણ ચેતવણી આપવામાં આવી હતી. યુક્રેન પર રશિયાના હુમલા પછી લાઇવ રિપોર્ટ્સ(Ukraine Attacks Live Scenes) જુઓ.

યુક્રેનની રાજધાની કિવમાં હવાઈ હુમલાના સાયરન ગુંજી રહ્યા છે. સવારથી અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. કિવના રસ્તાઓ પર રશિયાથી વિરુદ્ધ દિશામાં કાર દોડતી જોવા મળે છે. કિવમાં હાજર સીએનએનના પત્રકારોના જણાવ્યા અનુસાર કિવમાં સવારથી સતત વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે.

યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે તેમના દેશ પર સાઈબર એટેક પણ થઈ રહ્યા છે. આ બાજુ પુતિને કહ્યું છે કે જો કોઈ તેમની વચ્ચે પડ્યું કે અમને કે અમારા લોકોને ધમકાવવાની કોશિશ કરી તો તેમણે સમજી લેવું જોઈએ કે રશિયા તેનો તરત જવાબ આપશે. તેના પરિણામ તમારે જ ભોગવવા પડશે અને એવો જવાબ આપવામાં આવશે કે તમે ઈતિહાસમાં પહેલા ક્યારેય અનુભવ કર્યો નહીં હોય.

 

નાટોએ બોલાવી બેઠક
સ્થિતિની ગંભીરતા જોતા NATO એ ઈમરજન્સી બેઠક બોલાવી છે. અમેરિકા પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે રશિયાના હુમલાનો જવાબ આપશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

અધવચ્ચે પાછું ફર્યું વિમાન
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે એર ઈન્ડિયાનું એક ખાસ વિમાન ગુરુવારે રવાના કરાયું જો કે યુક્રેનમાં રશિયાના હુમલા બાદ નો ફ્લાય ઝોન જાહેર થયો જેના કારણે એર ઈન્ડિયાના વિમાને અધવચ્ચે પાછું ફરવું પડ્યું. આ અગાઉ એર ઈન્ડિયાનું એક વિમાન વિદ્યાર્થીઓને લઈને યુક્રેનથી પાછું ફર્યું હતું.

યુક્રેને દાવો કર્યો- રશિયાના પાંચ પ્લેન અને હેલિકોપ્ટર તોડી પાડ્યા
રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને પણ મોટો દાવો કર્યો છે. યુક્રેનની સેનાએ કહ્યું છે કે તેમણે દુશ્મન (રશિયા)ના પાંચ પ્લેન અને હેલિકોપ્ટર્સ તોડી પાડ્યા છે. આ કાર્યવાહી પૂર્વ યુક્રેનમાં થઈ હોવાનું કહેવાયું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *