સત્ય હકીકત / મંદિરના પગથિયાં પર બેસીને બોલો આ અદભુત મંત્ર, તમારા જીવનમાં ક્યારેય પણ ધન ખૂટશે નહીં

ધર્મ

આપણા વડીલોને આપણે ઘણી વખત કહેતા સાંભળ્યા હશે કે જ્યારે પણ મંદિરમાં દર્શન કરવા માટે જઈએ તો દર્શન કર્યા બાદ મંદિરની બહાર આવીને મંદિરની સીડી એટલે કે પગથિયા પર થોડો સમય માટે બેસવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા પાછળનું આખરે કારણ શું છે? જો તમે નથી જાણતા તો ચાલો આજે અમે તમને અમારા આર્ટીકલમાં તેના વિશે વિગતવાર જણાવીશું.

આજકાલનાં સમયમાં લોકો મંદિરની સીડી એટલે કે પગથિયા પર બેસીને પોતાના ઘર, વેપાર અને રાજકારણની ચર્ચા કરતા હોય છે, પરંતુ આ પ્રાચીન પરંપરાને એક ખાસ ઉદેશ્ય માટે બનાવવામાં આવી હતી. હકીકતમાં મંદિરના પગથિયા પર બેસીને આપણે એક શ્લોક બોલવો જોઈએ. આ શ્લોક આજકાલના લોકો ભુલી ગયા છે. તમારે પણ આ શ્લોક ની જાણકારી મેળવવી જોઇએ અને આવનારી પેઢીને જણાવવું જોઈએ.

अनायासेन मरणम् ,बिना देन्येन जीवनम्। देहान्त तव सानिध्यम्, देहि मे परमेश्वरम् ।।

अनायासेन मरणम् અર્થાત કોઈ પણ તકલીફ વગર આપણું નિધન થાય અને આપણે ક્યારેય પણ બીમાર થઇને પથારી માં ન પડીએ. કષ્ટો ઉઠાવીને આપણને મૃત્યુ પ્રાપ્ત ન થાય અને હલનચલન કરતા જ આપણા પ્રાણ ત્યાગ થઇ જાય.

बिना देन्येन जीवनम् મતલબ કે કોઈના આધાર પર આપણું જીવન ન હોય અને આપણે જીવનમાં કોઈનો આશરો લેવો ન પડે. જેમકે લકવો થઈ જવા પર આપણે અન્ય વ્યક્તિ પર આશરે રહેવું પડે છે અથવા તો તેમના ભરોસે રહેવું પડતું હોય છે. ભગવાનની કૃપાથી કોઈપણ ભીખ વગર આપણું જીવન પસાર થઈ શકે.

देहांते तव सानिध्यम મતલબ કે જ્યારે પણ મૃત્યુ હોય ત્યારે ભગવાનની સન્મુખ હોય. જેમકે ભીષ્મ પિતામહનાં મૃત્યુ સમયે સ્વયં વિષ્ણુજી તેમની સમક્ષ હાજર ઉભા હતા. તેમના દર્શન કરીને તેમણે પ્રાણત્યાગ કર્યા હતા.

देहि मे परमेश्वरम् ।। હે પરમેશ્વર અમને આવું વરદાન આપજે એવી પ્રાર્થના કરો.

દર્શન કર્યા બાદ મંદિરના પગથિયા પર બેસીને આ પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. આ પ્રાર્થના છે, યાચના નથી. યાચના સાંસારિક પદાર્થો માટે હોય છે જેમ કે ઘર, વેપાર, નોકરી, પુત્ર, પુત્રી, સાંસારિક સુખ, ધન અથવા અન્ય વાતો માટે જે માંગવામાં આવે છે, તેને યાચના એટલે કે ભીખ કહેવામાં આવે છે.

આપણે પ્રાર્થના કરીએ છીએ, તો પ્રાર્થનાનો વિશેષ અર્થ હોય છે. ભગવાન પાસે આપણી પ્રાર્થના કરવાની છે અને પ્રાર્થના કરતા સમયે આર્ટીકલ માં દર્શાવવામાં આવેલ શ્લોક બોલવાનો છે.

જ્યારે આપણે મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ તો ખુલ્લી આંખોથી ભગવાનને જોવા જોઈએ અને તેમના દર્શન કરવા જોઈએ. અમુક લોકો આંખ બંધ કરીને ઊભા રહેતા હોય છે. આખો શા માટે બંધ કરવી જોઈએ? આપણે તો દર્શન કરવા માટે આવ્યા છીએ. ભગવાનનાં સ્વરૂપનું, તેમના ચરણોનું, તેમના મુખારવિંદનું અને તેમના શૃંગારનો સંપૂર્ણ આનંદ લો.

પોતાની આંખોમાં તેમના સ્વરૂપને ધારણ કરી લો. દર્શન કરો અને દર્શન કર્યા બાદ જ્યારે બહાર આવીને બેસો તો જે દર્શન કર્યા છે, તે સ્વરૂપનું આંખ બંધ કરીને ધ્યાન કરો. મંદિરમાં આંખ બંધ કરવી જોઈએ નહીં. બહાર આવ્યા બાદ પગથીયા પર બેસીને જ્યારે ભગવાનનું ધ્યાન કરો ત્યારે આંખ બંધ કરો અને જો ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં ન આવે તો ફરીથી મંદિરમાં જાવ અને ભગવાનનાં દર્શન કરો. આંખ બંધ કર્યા બાદ ઉપરોક્ત શ્લોકનો પાઠ કરો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *