રાજકોટ શહેરમાં ખુલ્લી જીપના બોનેટ પર બેસી સ્ટંટ કરતો વધુ એક યુવાનનો વીડિયો સોશીયલ મીડીયમાં વાયરલ થવા પામ્યો છે. આ વીડિયોમાં સૌરાષ્ટ્રના ગાયક કલાકાર શેખરદાન ગઢવી જોવા મળે છે. તે કાળા કલરની ખુલ્લી જીપના બોનેટ પર બેસેલ છેઅને પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ ખુલ્લેઆમ સ્ટંટ કરી રહ્યો છે. આ વીડિયોમાં એક ડાયલોગ મૂકી તેને ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર મુકવામાં આવ્યો છે. ( વિડિઓ નીચે આપેલો છે )
સોશીયલ મીડીયમાં મુકેલા રીલ્સના શબ્દો પર નજર કરવામાં આવે તો તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “તાકાત નથી બ્રહ્માંડમાં કોઈ જીતી શકે રામ, કેમ આજ હું હારું છું અને તું જીતી ગયો બાપ મને વાત કર, મારી આગળ શક્તિ છે બધું છે છતાં કેમ હું હારી ગયો.? ત્યારે રામે રાવણને કીધું હતું કે જીતવા માટે આપણા ભાયું ભેળા જોઈએ બાકી દુનિયા ગમે તેટલી ભેળી હોય.”
નોંધનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા માટે વારંવાર યુવાનો આવા જોખમી સ્ટંટ કરતા નજરે પડતા હોય છે.આજે વધુ એક વીડિયો વાયરલ થતા રાજકોટના યુવાનો જાણે પોલીસનો ડર ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
થોડા દિવસ પહેલા પણ આ પ્રકારે થાર ગાડી સાથે કેટલાક યુવાનો ન્યારી ડેમમાં જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા જેમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. હવે આજે વાયરલ થયેલ વીડિયો અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/19/24-rajkot-viral-video-shubham-shaileshnew_1658249609/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!