ઘણી વખત અચાનક જ એવા દ્રશ્ય નજરની સામે આવી જાય છે જેને જોઈને રૂંવાડા ઊભા થઈ જાય. કાચા પોચા મનના લોકો તો આવા દ્રશ્યો જોઈ લે તો તેમને પરસેવો છૂટી જાય છે. આવા દ્રશ્યો ત્યારે સર્જાય છે જ્યારે રહસ્યમય સ્થિતિમાં કોઈ વ્યક્તિનું મોત થાય.
ઘણી વખત લોકો રહસ્યમય રીતે અવસાન પામે છે. સવારે એકદમ સાચા હોય અને રાત્રે જમ્યા પછી સુવે અને પછી ક્યારેય ન ઉઠે. આવી અનેક ઘટનાઓ અત્યાર સુધી પ્રકાશમાં આવી છે. પરંતુ તાજેતરમાં જામનગરના હાપા વિસ્તારમાં જે ઘટના બની તેના વિશે આજ સુધી તમે પણ સાંભળ્યું નહીં હોય.
જામનગરના હાપા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા 25 વર્ષના યુવાન સાથે આ ઘટના બની. એક દિવસે રાત્રે તે ઘરેથી ગયો અને પરત ફર્યો નહીં. પિતાએ સવારે જોયું તો દીકરો ઘરે ન હતો તેથી તેણે તેની શોધખોળ શરૂ કરી.
તેનો દીકરો માર્કેટિંગ યાર્ડમાં કામ કરતો હોવાથી બધી જ જગ્યાએ તેને તપાસ કરી. તેમને જાણવા મળ્યું કે તેનો દીકરો માતાજીના મંદિર પાસે આવેલા એક બાંકડા પર સૂતો છે. લોકોએ તેને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તે જાગી નથી રહ્યો.
આ વાત સાંભળીને પિતા પણ મેલડી માતાજીના મંદિર પાસે પહોંચ્યા. અહીં ધાબળો ઊંચો કરીને પિતાએ જોયું તો તે હાફડા ફાફડા થઈ ગયા. પિતાએ પોતાના દીકરાને જોયો અને તે સમજી ગયા કે દીકરા સાથે કંઈક અણધાર્યું થઈ ગયું છે. તેમણે તુરંત જ તેને હોસ્પિટલ ખસેડ્યો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું.
દીકરાના શરીર પર એક પણ ઈજાનો નિશાન ન હતો તેમ છતાં તે મૃત્યુ પામ્યો તે વાતને લઈને પરિવાર આઘાતમાં ફરી પડ્યો. પોલીસે પણ આ અંગે પોસ્ટમોર્ટમ કરીને તપાસ શરૂ કરી.
આ વાત ચર્ચાનો વિષય એટલા માટે પણ બની કે થોડા સમય પહેલા જ અહીં બાંકડા પર એક વ્યક્તિ સૂતો હતો અને ત્રણ દિવસ સુધી તેનું હલનચલન થયું નહીં. ત્રણ દિવસ દરમિયાન મંદિર આસપાસ વાસ આવવા લાગી.
લોકોને શંકા ગઈ કે ધાવડા નીચે કંઈક વસ્તુ છે જેમાંથી દુર્ગંધ આવે છે. ધાબળો હટાવીને જોયું તો તે વ્યક્તિની લાશ પડી હતી. ત્યાર પછી ફરી એકવાર ગામના એક યુવાનનું મંદિરની બહાર બાંકડા પર મોત થતા ચકચાર જાગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!