ખુલ્લે આમ લૂંટફાટ / જુઓ સુરતમાં તસ્કરો બન્યા બેફામ, કાઈ નહિ તો દુધના ખાલી કેરેટ મુકીને ભરેલા બુચ મારી ગયા : જુઓ CCTV વિડીયો

સુરત

સુરત(Surat): શહેરમાં દિવસેને દિવસે ચોરી(Theft)ની ઘટનાઓ વધતી જઈ રહી છે. જાણે કે તસ્કરોને પોલીસનો ડર જ ન રહ્યો હોય તેવી રીતે ચોરી કરીને ફરાર થઇ જાય છે. સુરતમાં અવારનવાર અનેક ચોરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં અમુક ચોરીમાં કચરાની પેટીઓ પણ તસ્કરો મુક્ત નથી. ત્યારે આવી જ એક ચોરીની ઘટના સામે આવી છે.

સુરતના કતારગામ(Katargam) વિસ્તારના વેડરોડ(Vedrod) વિસ્તારમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ચોર દૂધ ચોરતો દેખાઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર, રોજ વહેલી સવારે ટેમ્પો લઈને આવેલ આ વ્યકિત દૂધના કેરેટની ચોરી કરે છે. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે.

બિન્દાસ્ત પણે ણા કોઈનો ડર રાખ્યા વગર દુધની ચોરી કરીને ત્યાંથી ફરાર થઇ જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામના આ વિસ્તારમાં રોજ રોજ દૂધ ચોરીને લઈને લોકો પણ હેરાન પરેશાન થઇ ગયા છે. હાલમાં આ સીસીટીવી વિડીયોમાં જોઈ શકો છો કે, કેવી રીતે ખાલી દુધના કેરેટ મુકીને નવા દુધના ભરેલા કેરેટ ટેમ્પામાં મૂકી દે છે.

તસ્કરો CCTVમાં કેદ : લાલારામ સાલારામ ચૌધરી (દૂધ વિક્રેતા) એ જણાવ્યું હતું કે સાલું હવે દૂધ ની થેલીઓ પણ સુરક્ષિત નથી. છેલ્લા એક મહિનાથી આજુબાજુના દૂધ વિક્રેતાઓ બૂમ પાડી રહ્યા હતા. પણ જ્યારે મારા કાઉન્ટર પરથી ચોરી થયા બાદ એના દર્દ નો અહેસાસ થયો છે. રવિવાર ની વહેલી સવારે ટેમ્પામાં આવેલા કેટલાક અસામાજિક તત્વો દૂધના 7 કેરેટ એટલે કે રૂપિયા 5000 ની કિંમતની 84 લીટર દૂધ અને કેરેટ અલગથી ચોરી કરી ને ભાગતા CCTV માં કેદ થઈ ગયા હતા.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/27/01-surat-chori-pankaj_1640583731/mp4/v360.mp4 )

વહેલી સવારે ચોરી : નિલેશ સાકરસાવાળા (દૂધ વિક્રેતા)એ જણાવ્યું હતું કે, મારી રાધા ક્રિષ્ના ડેરીના નામે દૂધનો વ્યવસાય છે. 25મીની વહેલી સવારે માત્ર 4 જ મિનિટમાં મારે ડેરી બહારથી 14 કેરેલ એટલે કે 8200ની કિંમતનું 170 લીટર દૂધ ચોરી કરી ગયા હતાં. દૂધના કેરેટની કિંમત ગણીએ તો 14,200 થાય છે. કમાણી ઓછી અને ગુમાવવાનું વધારે, દૂધ પણ સુરક્ષિત ન હોવાનું કહી શકાય છે. એટલું જ નહીં પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગના નામે માત્ર દેખાડો થઈ રહ્યો છે. જેનું આ જીવંત ઉદાહરણ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.