તમારી જિંદગીમાં આવા દાણચોરો નહિ જોયા હોઈ / દાણચોરોએ ગુપ્તાંગના ભાગે 52 જીવતા સાપ લઈને જઈ રહ્યો હતો, ત્યાં અચાનક થયું એવું કે જાણીને તમારું કાળજું કંપી ઉઠશે

ટોપ ન્યૂઝ વર્લ્ડ

દાણચોરી(Smuggling) કરનારા લોકો સારી રીતે જાણતા હોય છે કે, પોલીસ(Police)થી કેવી રીતે બચવું જોઈએ. દાણચોરી કરનારાઓ પોતાના માલને બચાવવા માટે કંઈપણ કરતા હોય છે. આ સમાચાર અમેરિકાના કેલિફોર્નિયા (California, USA)ના છે. સીમા સુરક્ષા અધિકારીઓએ અહીં એક વ્યક્તિ પાસેથી 52 જીવતી ગરોળી અને સાપ મળ્યા હતા. આ અંગેની માહિતી મંગળવારે આપવામાં આવી હતી.

વાસ્તવમાં, આ વ્યક્તિ ટ્રક ચલાવીને મેક્સિકોની સરહદે(On the Mexican border) આવેલા સાન યસિડ્રો(San Yasidro) પહોંચ્યો હતો. ત્યાં તેની તપાસ કરવામાં આવી, તપાસમાં જે મળ્યું તે જોઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. US કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટે આ અંગે એક નિવેદન જારી કરીને તેની જાણકારી આપી હતી.

જ્યારે આ વ્યક્તિની તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે તેણે નાના નાના બેગમાં 52 જીવતા સાપ છુપાડીયા હતા. આટલું જ નહીં તેણે આ સાપોને પોતાના ગુપ્તાંગ પાસે સંતાડી દીધા હતા. તેણે પેન્ટના ખિસ્સા અને ગુપ્તાંગ પાસે ફક્ત સાપ જ નહિ ઘણી ગરોળીઓ પણ છુપાવી હતી.

વિરલ પણ ગરોળી લઈ રહ્યો હતો
અધિકારીઓએ જણાવ્યું છે કે, આ વ્યક્તિ પાસેથી નવ સાપ અને લગભગ 43 શિંગડાવાળી ગરોળી પણ જપ્ત કરવામાં આવી છે. આમાંની કેટલીક ગરોળીની લુપ્ત પ્રજાતિઓ છે. સેન ડિયેગોમાં કસ્ટમ્સ અને બોર્ડર ડિફેન્સ માટે ફિલ્ડ ઓપરેશન્સના ડિરેક્ટર સિડની અકીએ જણાવ્યું હતું કે, “દાણચોરો તેમના માલને સરહદ પાર કરવા માટે તમામ પ્રયાસો કરે છે.

જેમ કે આ કેસમાં જીવતા સાપને સરહદ પાર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.” તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ 30 વર્ષનો છે અને તે અમેરિકાનો નાગરિક છે. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.