હોલિવૂડના મુવીની જેમ ગુજરાતમાં ચાલતા ટ્રક માંથી તસ્કરોએ કરોડોની ચોરી કરી, CCTV વિડિઓ જોઈને તમારા હોશ ઉડી જશે : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચાલુ વાહને ચોરી કરવામાં આવી છે. આ ઘટના 6 જાન્યુઆરીએ સર્જાય હતી. ઘટના લીંબડી-અમદાવાદ હાઈવેની છે. ચાલુ આઈશરમાંથી લૂંટ કરવામાં આવી હતી. આઈશરમાંથી રૂ.1.07 કરોડના માલસામાનની લૂંટ કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. (CCTV વિડિઓ નીચે આપેલો છે) 

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. સીસીટીવી ફૂટેજમાં બાઇક પર આવેલા બે શખસ ચોરી કરતા જોવા મળે છે. પોલીસે જડપથી કાર્યવાહી શરુ કરી છે. બે બાઇકસવારે આઈશરનો લોક અને સીલ તોડી માલ ચોરી કરતા એલસીબી(LCB), એસઓજી (SOG) અને પોલીસની ટીમ ચોરને પકડવા માટે મહેનત કરી રહી છે.

આઈશરમાં લુંટ થઇ ત્યારે આઈશર લીંબડીથી રાજકોટ બાજુ બોડિયા ગામ પાસે પહોચ્યો હતો. ત્યારે ચાલુ આઈશરમાંથી પાછળનો લોક અને સીલ તોડીને બોક્સ નંગ 719ની અંદર રહેલા ટાટા સ્કાયનો સામાન 20 હજાર રૂપિયા, હેડફોન તથા પાવરબેક રૂપિયા 23 હજાર, ઓટોમોબાઈલની ચોરી કરી હતી. (વિડિઓ નીચે આપેલો છે)

પોલીસે લગાવેલા અંદાજ અનુસાર રોકડા રૂપિયા 50 હજાર, 96 હજાર રૂપિયાના લેપટોપની પણ ચોરી થઇ હતી. મળેલી માહિતી અનુસાર અલગ-અલગ કંપનીનાં અલગ મોડલના 259 નંગ મોબાઈલની પણ ચોરી થઇ હતી જેની કિંમત રૂપિયા 91 લાખ 16 હજાર જેટલી છે.  28 હજારના પ્રિન્ટિંગના રોલ રૂપિયા, 2 લાખ 27 હજાર 385ની ઘડિયાળ, 12 લાખનું ટેબ્લે આ અલગ-અલગ વસ્તુઓ કુલ 1 કરોડ 7 લાખ 17 હજારની ચોરી કરવામાં આવી હતી. 

આ ચકચારી ચોરીના બનાવ અંગે હાઇવેના વિવિધ સીસીટીવી ફૂટેજમાં બે બાઇકસવારો શંકાસ્પદ હાલતમાં આ ગાડીનો પીછો કરી પાછળના દરવાજાનું સીલ તોડી સામાન ચોરતા હોવાનું જણાઇ આવતાં પોલીસ એ સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું લીંબડી ડીવાયએસપી સી.પી. મુંધવાએ જણાવ્યું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

રાત્રિના દોઢેક વાગ્યા આસ-પાસ લીંબડી નજીક આ કામનો ભોગ બનનારા શખસની ગાડીનો ઓવરટેક કરીને એક ગાડી ચાલકે આઈશરનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસેન ફરિયાદ નોધાવમાં આવી અને પોલીસે આગળની કર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *