વાસ્તુ ટિપ્સ : ધન પ્રાપ્તિ માટે આ માંથી કરી લો કોઈ એક ઉપાય, ભરેલી રહેશે હંમેશા તમારા ઘરની તિજોરી, જાણો આ ચમત્કાર વિષે….

ધર્મ

વ્યક્તિ જોડે ધન હોય તો એ દરેક સુખોને ભોગવે છે અને પોતાના પરિવારને પણ ખુશ રાખે છે. વાસ્તુશાસ્ત્ર માં માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો બતાવ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં અનેક એવા ઉપાયો બતાવવામાં આવે છે જેને કરવાથી આપણા જીવનમાં રહેલી દરેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે છે.

આર્થિક રીતે પણ સધ્ધર થવાય છે. સમાજમાં માન અને પ્રતિષ્ઠા વધે છે. વાસ્તુશાસ્ત્રમાં માં પણ કામધેનુ ગાય માતાનું ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર ના નિયમો અનુસાર ગાય માતાને યોગ્ય દિશામાં રાખવાથી ઘણા ફાયદાઓ થાય છે. જો તમે તમારા ઘરમાં ગાય માતા સાથે તેના વાછરડા સાથે લગાવવામાં આવે તો ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે અને શક્તિનો અનુભવ થાય છે.

જો તમને રસ્તા પર ક્યાંય ઘોડાની નાળ દેખાઈ જાય તો તેને ઘરે લાવીને ઘરના દરવાજા ઉપર લગાવી દો. એવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે નહીં. ઘરની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. આર્થિક લાભ થશે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે. ઘોડાની નાળ લાગવાથી ગૃહ કલેશ દૂર થશે અને માનસિક તણાવ ઓછો થશે.

જો તમે ધન વધારવા માંગતા હોય તો જ્યાં તમારું ધ્યાન મૂકેલું હોઈ છે તે જગ્યાએ અને જ્યાં તમારા આભૂષણો મુકેલ હોય છે તે જગ્યાએ મોર પીંછ મુકવાથી આર્થિક સ્થિતિ માં સુધારો થાય છે.

વાસ્તુ શાસ્ત્ર માં શંખ ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. શંખની આગળની બાજુએ ગંગા, સરસ્વતી અને પાછળના ભાગમાં વરુણ અને મધ્યમાં બ્રહ્માજી સ્વયં બિરાજમાન છે. શંખના ઘણા પ્રકાર હોય છે. પરંતુ જે ઘરમાં શંખ દક્ષિણ દિશામાં હોય અને તેનો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે તો ઘર માંથી બધી જ નકારાત્મક ઊર્જા દૂર થાય છે. માં લક્ષ્મી નો વાસ થાય છે અને ધન પ્રાપ્ત થાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.