ભાજપના ધારાસભ્યનો બફાટ / સાહેબનું નિવેદન તો જુઓ કહ્યું ‘ગુજરાતના રસ્તાઓ કેનેડા કરતા અનેક ગણા સારા છે’, જુઓ નિવેદન અને જણાવો તમારો અભિપ્રાય

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યમાં ખરાબ રોડ-રસ્તાઓને લઇ જનતા ખુબ જ પરેશાન છે અને તંત્રને અનેક રજૂઆત છતા રસ્તા રિપેર કરવામાં આવતા નથી. તો ક્યારેય તંત્ર કોઈનો અવાજ સાંભળવા માટે તૈયાર જ નથી હોતું. રોડ રસ્તાઓને જોતા તો એવું લાગે કે, ખાડામાં રસ્તો છે કે, રસ્તામાં ખાડા. ત્યારે હવે નવસારી(Navsari)ના ભાજપ(BJP)ના ધારાસભ્યને ગુજરાતના રોડ કેનેડા કરતા પણ વધારે સારા લાગે છે. નવસારીમાં જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે(RC Patel) એક સભામાં કહ્યું હતું કે, કેનેડા(Canada)ના રસ્તા ગુજરાત કરતા સારા છે તેવું નિવેદન આપતા હવે આ નિવેદન એક ચર્ચાનો વિષય બન્યું છે.

ગુજરાતના રો-રસ્તાઓ બાબતે ધારાસભ્યનો બફાટ: મહત્વનું છે કે, અવાર નવાર ગુજરાતમાં રોડ રસ્તાની હાલત ખુબ જ ખરાબ જોવા મળતી હોય છે. ચોમાસામાં તો રોડ રસ્તાની હાલત એટલી ખરાબ થઇ જતી હોય છે કે, જે વાહન ચાલકો માટે ખુબ જ મુશ્કેલી સમાન બની જતું હોય છે.

ત્યારે ધારાસભ્ય આર.સી.પટેલે કહ્યું કે, ઢોરના કારણે રસ્તા પર છાણ પડે એટલે આપણા રસ્તા ખરાબ દેખાય બાકી આપણા કરતા સારા રસ્તા ક્યાંય જોવા મળતા નથી તેવા નિવેદન બાદ ધારાસભ્ય આર.સી.પટેલ ભારે ચર્ચાનો વિષય બન્યા છે.

રાજ્યના રોડ રસ્તાની આ પ્રકારની સ્થિતિને લઈને પણ હાઈકોર્ટે પણ ઉધડો લીધો છે અગાઉ હાઈકોર્ટે પણ અમદાવાદ અને મોટા શહેરોમાં રોડ રસ્તા મામલે નારાજીગી દર્શાવી હતી. ત્યારે આર.સી.પટેલે કેનેડાના રોડ સાથે સરખામણી કરતા જનતામાં હાસ્યાસ્પદ બન્યા છે. આર.સી.પટેલે કહ્યું હતું કે, ગાંધીનગરમાં મારા ઘરેથી સચિવાલય જતા રોડ પર કોઇ પણ પ્રકારનો ખાડો નથી અને ઢોર રખડતા ન હોય તો ગુજરાતમાં કેનેડા કરતા પણ સારા રોડ જોવા મળે.

આમ આર.સી.પટેલે ગાંધીનગરના રોડને ગુજરાતના તમામ રોડ સાથે સરખાવ્યા છે. જ્યારે ગુજરાતમાં ખાડાવાળા રોડને લઈને કેટલાય નાગરિકોને મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે. આર.સી.પટેલના હાસ્યાસ્પદ નિવેદનથી ભારે ચર્ચાનો વિષય બન્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.